બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શનિવાર, 13 જૂન 2015 (17:24 IST)

વાસ્તુદોષ નિવારણ માટે ઘરે જ કરી શકો છો આ નાના-નાના 7 ઉપાય

ઘરનું વાતાવરણ શુભ અને પવિત્ર બન્યુ  રહે, એ માટે અહીં નાના નાના ઉપાય જણાવી રહ્યા છે. આ ઉપાયોથી ઘરનું  વાસ્તુ દોષ દૂર થઈ શકે છે અને ઘર પરિવાર પર દેવી દેવતાઓની કૃપા બની રહે છે. 
 
1. ઘરનું  મુખ્ય દ્વાર પૂર્વ અને ઉત્તર દિશામાં હોય તો શ્રેષ્ઠ રહે છે, પણ આવું ન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક, શ્રીગણેશનું  ચિહ્ન લગાવવું જોઈએ. 
 
2. ઘરના મુખ્ય દ્વાર પર તુલસીનો છોડ રાખવો  જોઈએ. સવાર-સવારે તુલસીને જળ અર્પિત કરો. સાંજે તુલસી પાસે દીપક પ્રગટાવો.  પૂર્વ કે ઉત્તર દિશામાં તુલસી લગાવવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. 
 
3. ઘરની બારી બારણાની સંખ્યા સમ હોય તો શુભ રહે છે. સમ એટલે કે  2,4,6,8, કે  10 બારણા બારી અંદરની તરફ જ ખુલે આ શ્રેષ્ઠ રહે છે. 
 
4. ઘરમાં નકામો અને બેકાર સામાન ન હોવો જોઈએ. આ વસ્તુઓ ઘરમાં તણાવ લાવે છે.  
 
5. દીવાલ કે છત પર દરાર હોય તો એને જલ્દી ઠીક કરી લેવું જોઈએ. 
 
6. સાંજના સમયે થોડી વાર આખા ઘરમાં રોશની કરવી જોઈએ. 
 
7. ઘરમાં કરોળિયાના જાળા ન હોવા જોઈએ. આવું હોય તો  ગ્રહથી અશુભ ફળ મળે છે.