શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 8 જુલાઈ 2015 (18:10 IST)

ઘરમાં ઝાડ કે છોડ ઉગાવતા પહેલા આટલી વાતોનું ધ્યાન રાખો

ઘરમાં ઝાડ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં રહેતા લોકો કાયમ સ્વસ્થ રહે છે. પણ અનેકવાર તમારા દ્વારા લગાવેલ ઝાડ છોડ સારા પરિણામ નથી આપતા કારણ કે તેમા વાસ્તુ દોષ હોય છે. તો આવો જાણીએ વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરશો. 
 
- ઘરની પૂર્વ દિશામાં પીપળનુ ઝાડ લાગ્યુ હોય તો તેનાથી ઘરમાં ભય અને નિર્ધનતા આવે છે. 
- ઘરની પૂર્વ દિશામાં વડનુ ઝાડ હો તો બધી મનોકામના પુર્ણ થાય છે. 
- ઘરની દક્ષિણ દિશામાં પાકડ અને કાંટાવાળા ઝાડ હોય તો ઘરમાં રોગ આવે છે. 
- ઘરની દક્ષિણ દિશામાં ગૂલેરનુ ઝાડ શુભ ફળ દાયક હોય છે. 
- ઘરની પાછળ કે દક્ષિણ તરફ ફળદાયક વૃક્ષ શુભ હોય છે. 
- ઘરની ઉત્તરમાં ઉમરડાનુ  અને લીંબૂનુ ઝાડ હોય તો આંખ સંબંધિત બીમારીઓ આવે છે. 
- પૂર્વ અને ઉત્તર દિશામાં ફળવાળા ઝાડ લગાવવાથી સંતાન પીડા અથવા બુદ્ધિ નાશ થાય છે. 
- તુલસીનો છોડ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો 
- ઘરના દક્ષિણમાં તુલસીનો છોડ કઠોર યાતના આપે છે.