શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: સોમવાર, 8 ફેબ્રુઆરી 2016 (12:47 IST)

વાસ્તુશાસ્ત્ર મુજબ આ ભૂલ ન કરશો, થાય છે લક્ષ્મીનું અપમાન

-બેડરૂમમાં એઠાં વાસણો મુકવાથી ઘરની સ્ત્રીઓના સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે અને પરિવારમાં ક્લેશ પણ થાય છે 
- બેડરૂમમાં ભારે વસ્તુઓ ન મુકો 
- બેડરૂમમાં ગંદા વ્યસન કરવાથી તમારી પ્રગતિમાં અવરોધ ઉભો થશે 
- સીડીની નીચે બેસીને કોઈપણ કાર્ય ન કરો 
- કોઈપણ દ્વાર પર અવરોધ ન હોવો જોઈએ. 
- પ્રવેશ દ્વારની તરફ પગ મુકીને ન સુવુ જોઈએ. લક્ષ્મીનું અપમાન થાય છે. 
-  કોર્ટ કેસની ફાઈલ મંદિરમાં મુકવાથી કેસ જીતવામાં મદદ મળે છે. 
- સ્વર્ગવાસી વૃદ્ધોની ફોટો હંમેશા દક્ષિણ દિશામાં જ લગાવવી જોઈએ. ઘરમાં ઘડિયાળના સેલ પર વિશેષ ધ્યાન આપવુ જોઈએ. કારણ કે તેના ધીમા પડવાથી  ઘડિયાળ પણ પાછળ થશે જેને કારણે ગૃહસ્વામીનુ ભાગ્ય ધીમુ ચાલશે. 
- પલંગ ક્યારેય દિવાલને અડીને ન રાખો. તેનાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થાય છે. 
- કોઈપણ મકાનનું ત્રણ રસ્તા પર હોવુ અશુભ હોય છે. આ દોષ માટે ચાર દિવાલો પર અરીસો મુકવો જોઈએ. 
- જો કોઈ વધુ સમયથી બીમાર છે તો તેને દક્ષિણ-પશ્ચિમ ખૂણામાં સૂવડાવવા જોઈએ.  ઈશાન ખૂણામાં ઠંડુ પાણી મુકવાથી રોગી ખૂબ જલ્દી સ્વસ્થ થાય છે. 
- ઘરના મુખ્ય દરવાજા પર કાળા ઘોડાની નાળ, દુર્ગા યંત્ર, ત્રિશક્તિ અંદર અને બહારની તરફ ગણપતિ અથવા દક્ષિણ મુખી દ્વાર પર હનુમાનજીની તસ્વીર અને ભૈરવ યંત્ર લગાવીને લાભ લઈ શકાય છે.