ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે આસોપાલવનું ઝાડ

વાસ્તુ મુજબ ઘરમાં આસોપાલવનું ઝાડ લગાવવુ સારુ માનવામાં આવે છે. એવુ કહેવાય છે કે આસોપાલવના ઝાડ નીચે બેસવાથી શોક નથી આવતો.  ઘરમાં આસોપાલવનું ઝાડ લગાવવાથી સુખ-સમૃદ્ધિ આવે છે. એવુ કહેવાય છે કે જ્યા અશોકનુ ઝાડ હોય છે ત્યા અશાંતિ નથી આવતી. તેથી માંગલિક અને ધાર્મિક કાર્યોમાં પણ આસોપાલવના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
1. આસોપાલવના ઝાડને ઘરમાં ઉત્તર દિશામાં લગાવવુ જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. એવુ કહેવાય છે કે ઘરમાં આસોપાલવનુ ઝાડ હોવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે. 
 
2. આસોપાલવના વૃક્ષના ફળને મંગળવારના દિવસે હનુમાનજીને અર્પિત કરવાથી મંગળ ગ્રહની પીડાથી મુક્તિ મળી જાય છે. 
 
3. આસોપાલવના ઝાડ પર રોજ જળ ચઢાવવાથી ઘરમાં હંમેશા દેવીની કૃપા કાયમ રહે છે. ઘરમાં પરેશાનીઓ આવતી નથી. 
 
4. જો કોઈ યુવતીનો વિવાહ ન થઈ રહ્યો હોય તો આસોપાલવના ઝાડની જડ અને પાન પાણીમાં નાખીને સ્નાન કરો. તેનાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થશે. 
 
આ એક ડ્રિંક પીવાથી શરીરની ગંદકી થઈ જશે બહાર 
 
શરીરને જેટલુ બહારથી સાફ રાખવુ જરૂરી છે તેટલુ જ અંદરથી પણ રાખવુ જરૂરી છે 
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર