ઘરમા બરકત અને બચત માટે શુ કરશો શુ નહી ?

vastu
Last Updated: ગુરુવાર, 9 નવેમ્બર 2017 (11:38 IST)
1. તમારા ઘરના પ્રવેશ દ્વાર પર દેશી ઘી અને કંકુના મિશ્રણથી શુભ ચિન્હ જેવા કે ૐ, સ્વસ્તિક, એક ઔકાર, ખંડા વગેરે બનાવવા કે તેના ચિત્ર/સ્ટીકર લગાવવાથી ઘરમાં સૌભાગ્ય વૃદ્ધિ થાય છે.

2. પ્રવેશ દ્વારા પર પાણી મુકવાથી નકારાત્મક ઉર્જા અંદર આવતી નથી.
3. બેડરૂમ કે બેઠકખંડમા આખા પરિવારનો હસતો ફોટો લગાવી દો. દિવંગત પરિજનોના ફોટા પૂજા કક્ષમાં દેવતાઓના ચિત્રો સાથે ન મુકશો પણ તેને ઘરની પશ્ચિમ દિવાલ પર લગાવો.

4. બેડરૂમ કે બેઠકખંડમાં બનાવટી ફુલ ન મુકશો

5. બેડરૂમમાં અરીસો ન મુકો
6. ઘર કે દુકાનના આંગણમાં સવાર સવારે ઝાડુ લગાવીને ઘોઈ નાખો. પોતુ લગાવો. ઝાડુને ખુલા સ્થાનને બદલે ઘરના દક્ષિણી ભાગમાં આડી મુકો.

7. નારંગીનો બોનસાઈ વર્તમાન ઘરમા ક્યારી કે ગમલામાં દક્ષિણ-પૂર્વ દિશામાં લગાવવાથી સુખ સમૃદ્ધિ આવે છે.

8. જો મકાન નથી બની રહ્યુ તો વર્તમાન ઘરમાં જ્યા તમે ભાડેથી રહો છો ત્યા દાડમનુ બોનસાઈ લગાવી લો. આ અનુભૂત ઉપાયથી કેટલાય લોકોની રહેઠાણની સમસ્યા દૂર થઈ છે.

9. સૂતી વખતે માથુ દક્ષિણ કે પશ્ચિમ તરફ મુકો અને દરવાજાની બરાબર સામે ન સૂવો.
જો બીમ છે તો તેની નીચે તમારુ શરીર ન આવે એ રીતે નહી તો તમારુ આરોગ્ય ખરાબ રહેશે.

10. પુસ્તકોની તિજોરી બંધ રાખો.
તિજોરી કે પૈસા મુકવના કબાટનો દરવાજો ઉત્તરની તરફ ખુલે તે રીતે મુકવામાં આવે તો ધનમાં વૃદ્ધિ થાય છે.

11. નવા વર્ષે કે પછી શક્યત ધનતેરસના દિવસે બેંકમાં પૈસા જમા કરાવો. ખાતુ તમારુ ક્યારેય ખાલી નહી રહે.

12. સાંજે ઘરની બધી લાઈટો થોડા સમય માટે ચાલુ કરો. ઘી નો દિવો શક્ય હોય તો જરૂર લગાવો.આ પણ વાંચો :