Widgets Magazine
Widgets Magazine

નવુ વર્ષ આવતા પહેલા ઘરમાંથી હટાવી દો આ 10 વસ્તુઓ, આખુવર્ષ ભરેલી રહેશે તિજોરી

ગુરુવાર, 22 ડિસેમ્બર 2016 (17:25 IST)

Widgets Magazine

બધાના ઘરમાં કોઈને કોઈ ટૂટેલી ફૂટેલી વસ્તુ હોય જ છે. પણ છતા પણ તેને ફેંકવાને બદલે ઘરના કોઈ ખૂણામાં મુકી દઈએ છીએ. આવી વસ્તુઓથી ઘરની સુંદરતા જ બગાડતી નથી પણ દેવી લક્ષ્મીને પણ નારાજ કરે છે. જો તમારા ઘરમાં આ 10માંથી કોઈ સામાન છે તો આવતા પહેલા આ વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખો. કારણ કે જે ઘરમાં આ સામાન હોય છે ત્યા દેવી લક્ષ્મી નિવાસ કરતી નથી. 
 
તૂટેલો કાચ - ઘરમાં મુકેલો તૂટેલો કાંચ આર્થિક નુકશાનનુ કારણ બને છે. સાથે જ પરિવારના સભ્યોને માનસિક તનાવનો સામનો કરવો પડે છે. 
 
તૂટેલા વાસણો - આવા વાસણ ઘરમાં મુકવાથી મહાલક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં ગરીબી વધે છે. તૂટેલા અને બેકાર વાસણો ઘરમાં જગ્યા રોકે છે જેનાથી વાસ્તુ દોષ પણ ઉત્પન્ન થાય છે. નવુ વર્ષ આવતા પહેલા તેને ઘરમાંથી બહાર કરો. 
 
તૂટેલો પલંગ -  જીવનમાં સુખ શાંતિ માટે જરૂરી છે કે પતિ-પત્નીનો પલંગ તૂટેલો બિલકુલ ન હોય. જો પલંગ ઠીક નહી હોય તો વૈવાહિક જીવનમાં સમસ્યા થઈ શકે છે. 
 
બંધ ઘડિયાળ - ઘડિયોની સ્થિતિ આપણા ઘર પરિવારની ઉન્નતિ નક્કી કરે છે. જો ઘડિયાળ તૂટે ગઈ હોય તો પરિવારના સભ્યોની ઉન્નતિ રોકાશે. કામ ચોક્કસ સમય પર પુરુ નહી થાય. 
 
ભગવાનની તૂટેલી મૂર્તિ - અનેક લોકોને કેટલીક મૂર્તિયો પ્રત્યે પ્રેમ થઈ જાય છે  જેને કારણે તે તૂટી જતા કે ખંડિત થયા પછી પણ તેને ઘરમાં રાખે છે. આવુ કરવુ પરેશાનીઓનુ કારણ બની શકે છે.  
 
તૂટેલુ ફર્નીચર - ઘરનુ ફર્નીચર એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ.  વાસ્તુના મુજબ ફર્નીચરમાં તૂટે ફૂટ ખરાબ અસર નાખે છે અને આ તમારી આર્થિક પરેશાનીઓનુ કારણ પણ બની શકે છે. 
 
તૂટેલી તસ્વીર - જો ઘરમાં તૂટેલી તસ્વીર હોય તો તેને ઘરમાંથી હટાવી દેવી જોઈએ. તૂટેલી  તસ્વીર ઘરમાં વાસ્તુ દોષ અને દુર્ભાગ્યનુ નિર્માણ કરે છે. 
 
ખરાબ ઈલેક્ટ્રોનિક સામાન - ઘરમાં જો કોઈ ઈલેક્ટ્રોનિક વસ્તુ ખરાબ કે તૂટેલી છે તો તેને પણ ઘરમાંથી હટાવી દેવી જોઈએ. આ તમારે માટે નુકશાનનુ કારણ બની શકે છે. 
 
તૂટેલો દરવાજો - જો ઘરનો કોઈ દરવાજો ક્યાકથી તૂટી રહ્યો છે તો તેને તરત ઠીક કરાવી લો. તૂટેલા દરવાજામાંથી દેવી લક્ષ્મી ક્યારેય પણ ઘરમાં પ્રવેશ કરતી નથી. 
 
બંધ કે તૂટેલી પેન - ઘર કે ઓફિસમાં ક્યારેય પણ તૂટેલા કે બંધ પેન ન રાખવા જોઈએ.  આવુ કરવાથી કેરિયરમાં અનેક પ્રકારને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

વાસ્તુ

news

એશ્વર્ય અને સમૃદ્ધિ વધારે છે શ્રી યંત્ર

શ્રી યંત્ર મુખ્ય રૂપથી એશ્વર્ય અને સમૃદ્ધિ પ્રદાન કરનારી મહાવિદ્યા ત્રિપુરસુંદરી ...

news

તમારુ ઘર જો વર્ષોથી બંધ પડ્યુ છે તો ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી

જો તમારુ કોઈ જુનુ કે પૈતૃક ઘર વર્ષોથી બંધ પડ્યુ હોય તો એ પણ તમારે માટે ઠીક નથી. આવા બંધ ...

news

વાસ્તુ ટિપ્સ : ઘર અને ઑફિસમાં ક્યાં લગાવો અરીસા

વાસ્તવમાં આ વાતોના પ્રભાવ અમારા જીવનમાં પડે છે. વાતુ મુજબ કોઈ પણ જગ્યા પર મન-મુજબ મિરર ( ...

news

ઘરના દિશા દોષ થશે દૂર, વાસ્તુ બોલશે તથાસ્તુ !

એવુ કહેવાય છે કે જે ઘરમાં તમે રહો છો એ ઘરનુ વાસ્તુ દેવતા તમારા દ્વારા બોલેલ દરેક વાક્ય ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine