શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 4 નવેમ્બર 2016 (13:38 IST)

વાસ્તુ ટિપ્સ - દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલી નાખશે એક ચપટી મીઠુ

વાસ્તુશાસ્ત્રમાં મીઠાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મીઠાના જુદા જુદા ઉપયોગથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા કાઢી શકાય  છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.  માનસિક શાંતિ, આરોગ્ય, સુખ-સમૃદ્ધિ અને પૈસાના મામલામાં મીઠાની ભૂમિકા મુખ્ય છે. વાસ્તુના મુજબ જો મીઠાનો યોગ્ય ઢંગથી ઉપયોગ કરવામાં આવે તો એક ચપટી મીઠુ જ દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માટે પુષ્કળ છે.  
 
ચપટી મીઠાનો કમાલ... 
 
જો તમે અવારનવાર બીમાર રહો છો. ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે અવારનવાર લડાઈ ઝગડો થાય છે. દરેક બાજુથી નકારાત્મકતા જોવા મળે છે તો મીઠાના પાણીથી ઘરમાં પોતુ લગાવો. બસ પોતાના પાણીમાં એક ચપટી કાળુ મીઠુ મિક્સ કરો. પછી જુઓ કમાલ.  કેટલાક દિવસોમાં તેની અસર જોવાને મળી જશે.  જો દરેક દિવસે શક્ય ન હોય તો જરૂર મીઠાનુ પોતુ લગાવો. આ ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થવા ઉપરાંત ઘરમાં સકારાત્મક એનર્જી આવશે. 
 
શામા મુકશો મીઠુ.. 
 
તમે તમારા ઘરમાં એ જુઓ કે જે વાસણમાં તમે મીઠુ મુકી રહ્યા છો એ કઈ વસ્તુનુ બનેલુ છે. સ્ટીલ મતલબ લોખંડથી બનેલ વાસણમાં મીઠુ ક્યારેય ન રાખવુ જોઈએ.  વાસ્તુમાં એવી માન્યતા છે કે મીઠાને હંમેશા કાંચના જારમાં ભરીને રાખવુ જોઈએ.  સાથે જ તેમા એક લવિંગ નાખી દો તો વધુ સારુ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે જ છે. પૈસાની ક્યારેય કમી અનુભવાતી નથી. ધનનો ફ્લો કાયમ રહે છે. 
 
 

માનસિક શાંતિ પણ આપે છે .. 
 
જો તમારુ મન હંમેશા બેચેન રહે છે. ન તો ઘરમાં મન લાગે છે કે ન તો ઓફિસમાં તો તમે લાખ કોશિશ કરો પણ માનસિક શાંતિ મળી રહી નથી. આવી સમસ્યાથી મુક્તિ મેળવવા માટે મીઠાનો ઉપાય રામબાણનુ કામ કરે છે. આ ઉપાયમાં પણ એક ચપટી મીઠુ કમાલ કરે છે. જી હા નહાતી વખતે પાણીમાં એક ચપટી મીઠુ મિક્સ કરી લો અને તેનાથી સ્નાન કરો. વાસ્તુ વિશેષજ્ઞોનુ માનવુ છે કે  આવુ કરવાથી માનસિક બેચેની ઓછી થઈ જાય છે. તન-મન હંમેશા ફ્રેશ રહે છે. આળસથી છુટકારો મળી જાય છે. 
 
ચિકિત્સક છે મીઠુ... 
 
જો ઘરમાં કોઈ લાંબા સમયથી બીમાર ચાલી રહ્યુ હોય તો તેના પથારી પાસે કાંચની બોટલમાં મીઠુ ભરીને મુકો અને દર મહિને તેને બદલી નાખો.  વાસ્તુશાસ્ત્ર મુજબ આવુ કરવાથી બીમાર વ્યક્તિના આરોગ્યમાં ખૂબ સુધાર આવી શકે છે. આ ઉપાય ત્યા સુધી કરતા રહો જ્યા સુધી એ વ્યક્તિ સંપૂણ રીતે સ્વસ્થ ન થઈ જાય. 
 
મીઠાનો કમાલ.. 
 
કંઈ વ્યક્તિ નથી ઈચ્છતી કે તેના ઘરમાં હંમેશા સુખ-શાંતિ કાયમ રહે. પણ આપણે જોઈએ છીએ કે દરેક વ્યક્તિ દરેક રીતે સંપન્ન હોય છે પણ છતા તેના ઘરમાં સુખની કમી હોય છે. શાંતિ ભંગ થઈ જાય છે. અસલમાં વાસ્તુદોષ થવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ થાય છે અને વ્યક્તિ પરેશાન રહે છે. તેનાથી છુટકારો મેળવવા માટે વાસ્તુદોષ ખતમ કરવા માટે તેમા એક મીઠાનો ઉપાય ખૂબ કારગર સાબિત થઈ શકે છે. બજારમાં પહાડી મીઠુ પણ મળે છે.  તેને લાવીને તમારા ઘરના એક ખૂણામાં મુકી દો. તમે થોડાક જ સમયમાં અનુભવશો કે ઘરની બધી નકારાત્મક એનર્જી દૂર થઈ ગઈ હશે. પરિવારના લોકો ખુશ રહેવા માંડશે. ઘરમાં સુખ-શાંતિ ફેલાય જશે. 
 
મીઠાને લઈને આ બે સાવધાનિયો ધ્યાન રાખો 
 
પ્રાચીન માન્યતા છે કે જો તમે મીઠાને સીધુ કોઈના હાથમાં મુકીને આપો છો તો તેનાથી એ વ્યક્તિ સાથે તમારો ઝગડો થઈ શકે છે. તેથી આ વાતનું  હંમેશા ધ્યાન રાખો કે મીઠુ ક્યારેય કોઈના હાથમાં ન આપો. પણ એક ચમચીથી વાસણમાં આપો. આ ઉપરાંત મીઠાને કયારેય જમીન પર ન પડવા દો. મીઠાને ક્યારેય બેકાર પણ ન જવા દેશો. વાસ્તુ મુજબ જો મીઠુ જમીન પર પડે છે તો એવુ માની લો કે તમે સીધુ તમારા દુર્ભાગ્યને આમંત્રણ આપી રહ્યા છો.