શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

ગણેશજીની મૂર્તિ ઘર માટે શુભ

P.R
શાસ્ત્રો મુજબ પ્રથમ પૂજ્ય શ્રી ગણેશને પરિવારના દેવતા માનવામાં આવે છે. કુટુંબની કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે ગણેશજીની આરાધના શ્રેષ્ઠ ઉપાય છે. અહી વાસ્તુમાં પણ શ્રી ગણેશની પ્રતિમાને વાસ્તુદોષ દૂર કરવાનો અચૂક ઉપાય બતાવવામાં આવ્યો છે.

વાસ્તુ મુજબ ઘરમાં વિધ્ન વિનાશક શ્રી ગણેશની મૂર્તિ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. જ્યા ગણેશજીની મૂર્તિ રહે છે એ ક્ષેત્રમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ સક્રીય નથી થઈ શકતો, આ ઉપરાંત ઘરની આજુબાજુ નકારાત્મક ઉર્જા પણ પોતાનો પ્રભાવ નથી બતાવી શકતી. ગણેશજીની મૂર્તિના શુભ પ્રભાવથી પરિવારના બધા સભ્યોને સ્વાસ્થ્ય લાભ મળે છે અને બધા કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે.

ઘરમાં ગણેશની મૂર્તિ ક્યા રાખવી જોઈએ ? આ સંબંધમાં વાસ્તુ મુજબ તેમની મૂર્તિ ઈશાન કોણ(ઉત્તર-પૂર્વ)માં લગાવવી જોઈએ. નૈઋત્ય કોણ(દક્ષિણ-પશ્ચિમ)માં શ્રી ગણેશની મૂર્તિ શુભ પ્રભાવ નથી આપતી.

ઘરના પૂજા સ્થળ પર ગણેશજીના ડાબા હાથની તરફ સૂંઢ વાળી મૂર્તિ ખૂબ જ શુભ મનાય છે. ઘરમાં જ્યા વાસ્તુ દોષ હોય ત્યા સિંદૂરથી સાથિયાનુ નિશાન બનાવો. સાથે જ ઘરના મુખ્ય દ્વાર પર ગણેશજીની મૂર્તિ કે તેમનુ પ્રતિક ચિન્હ સ્વસ્તિક(સાથિયો) બનાવો.