શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

ઘરમા રાખો ઉમરો

N.D
વાસ્તુની નજરથી જોવા જઈએ તો આપણે જોઈશુ એ આજકાલના જેટલા પણ ઘર બનાવવામાં આવે છે તે સિગલ દરવાજાના હોય છે. ડબલ દરવાજાવાળા ઘર બનવા લગભગ બંધ થઈ ગયા છે. ઘરનુ પ્રવેશ દ્વાર ન તો ડિઝાઈનવાળુ હોય છે ન તો ઘરની બહાર ઉમરો જોવા મળે છે.

તમે મંદિરોમાં જોયુ હશે કે ત્યાં સિંગલ દરવાજો નથી હોતો. કોઈપણ મંદિરમાં સીધો પ્રવેશ નથી કરી શકતા, મંદિરોમાં ઉમરો કે પ્રવેશ દ્વાર ઓળંગીને જ અંદર જવામાં આવે છે.

જો આપણે આપણા ઘરનો મુખ્ય દ્વારને બે પલ્લાવાળુ બનાવીએ અને ઉમરો પણ લગાવીએ તો આપણે અનેક કુપ્રભાવને રોકી શકીએ છીએ. કોઈપણ વ્યક્તિ આપણા ઘરમાં પ્રવેશ કરે તો ઉમરો ઓળાંગીને જ આવી શકે. સીધો ઘરમાં ન પ્રવેશે. પહેલા ઉમરાનુ પૂજન કરવાની પ્રથા હતી. તેથી આપણે પણ આપણા ઘરમાં ઉમરો બનાવી લઈએ તો ઘણા અશુભ પરિણામથી બચી શકાય છે.