મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : રવિવાર, 26 જૂન 2016 (12:12 IST)

ઘરમાં સકારાત્મક વાતાવરણ માટે શુભ હોય છે શ્રીકૃષ્ણની તસ્વીર

શ્રીકૃષ્ણના ઘણા રૂપો છે.  દરેક સ્વરૂપ બહુ જ સુન્દર અને મનમોહક  છે. તેમના દરેક રૂપના દર્શન માત્રથી મન સકારાત્મકતાથી ભરાય જાય છે. વાસ્તુ મુજબ ઘરમાં શ્રીકૃષ્ણની તસ્વીર લગાવવી ખૂબજ શુભ ગણાય છે. તો આવો જાણીએ કે ઘરના ક્યાં ખૂણાંમાં કૃષ્ણના કયાં સ્વરૂપના ફોટા શુભ ફળ આપનારા હોય છે. 
 
-શ્રીકૃષ્ણનું માખણ ખાતા ચિત્ર રસોડામાં લગાવવુ શુભ હોય છે.
 
-સંતાનસુખની પ્રપ્તિ માટે શ્રીકૃષ્ણનું બાળસ્વરૂપનું ચિત્ર બેડરૂમમાં લગાવો. ધ્યાન રાખો કે આ ચિત્ર ઉંઘતા સમયે સ્ત્રીના મોઢાની સામેની દીવાલ પર હોય
 
-દંપતિના બેડરૂમમાં પુજા સ્થળ બનાવવું કે દેવી-દેવતાઓની તસ્વીર લગાવવી વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય નથી. પણ રાધા-કૃષ્ણના ફોટા બેડરૂમમાં લગાવી શકાય. 
 
- મહાભારતનું યુદ્ધ દર્શાવતી તસ્વીર વાસ્તુશસ્ત્ર મુજબ અનૂકૂળ નથી તેથી આવા ચિત્ર ઘરમાં ના લગાવીએ. 
 
- જ્યાં શ્રીકૃષ્ણનો ચિત્ર સ્થાપિત હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
 
- ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાના દૃશ્યોની તસ્વીરને ભવનની પૂર્વદિશા પર લગાવવા જોઈએ.
 
-વાસુદેવ દ્વારા કૃષ્ણને ટોકરીમાં લઈને નદી પાર કરવાવાળા ફોટા ઘરમાં લગાવવાથી ઘરની સમસ્યા દૂર થાય છે.