ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

તોડફોડ કર્યા વગર વાસ્તુદોષથી છુટકારો

વાસ્તુદોષથી મુક્તિ મેળવવાના ઉપાય

તોડફોડ કર્યા વગર તમે નિમ્ન લિખિત ઉપાયોથી વાસ્તુદોષથી સરળતા પૂર્વક છુટકારો મેળવી શકો છો.

N.D
- તમારી રુચિ મુજબ સુગંધિત ફૂલોનો ગુલદસ્તો હંમેશા તમારા બેડરૂમમાં તમારા ઓશિકા તરફ ખૂણામાં સજાવો.

- બેડરૂમામં એંઠા વાસણો ન મૂકશો, આનાથી તમારી પત્નીનુ સ્વાસ્થ્ય ખરાબ થાય છે, પૈસાની કમીનો અનુભવ થાય છે.

- કુંટુબનો કોઈ સભ્ય જો માનસિક તાણ અનુભવતો હોય તો કાળા હરણનુ આસન બિછાવી સૂવાથી લાભ થાય છે. કોઈ પણ સભ્યને ખરાબ સ્વપ્ન આવતા હોય તો ગંગાજળ માથા પાસે મૂકીને સૂઈ જાવ.

- પરિવારમાં કોઈ રોગથી પીડિત હોય તો ચાંદીના પાત્રમાં શુધ્ધ કેસરયુક્ત ગંગાજળ ભરીને માથા પાસે મૂકો.

- જો કોઈ વ્યક્તિ માનસિક તાણ અનુભવતો હોય તો રૂમમાં ચોખ્ખા ઘી નો દિવો લગાવી મૂકો અને સાથે સાથે ગુલાબની અગરબત્તી પણ લગાવો.

- બેડરૂમમાં સાવરણી ન મૂકશો. તેલનો ડબ્બો વગેરે ન મૂકો. ખોટી ચિંતા થતી રહેશે. જો તકલીફ પડી રહી હોય તો ઓશિકા નીચે લાલ ચંદન મૂકીને સૂઈ જાવ.

- જો દુકાનમાં ચોરી થતી હોય તો દુકાનના ઉંબરા પાસે પૂજા કરીને મંગલ યંત્ર સ્થાપિત કરો.

- દુકાનમાં મન ન લાગતુ હોય તો સફેદ ગણપતિની મૂર્તિ વિધિવત પૂજા કરીને મુખ્ય દરવાજા આગળ અને પાછળ સ્થાપિત કરવી જોઈએ.

- જો દુકાનનુ મુખ્ય દ્વાર અશુભ છે કે દક્ષિણ પશ્ચિમ કે દક્ષિણ દિશામાં છે તો 'યમકીલક યંત્ર'નુ પૂજન કરીને સ્થાપના કરો. જો સરકારી કર્મચારી દ્વારા હેરાન છો તો સૂર્ય યંત્રની વિધિપૂર્વક પૂજા કરીને દુકાનમાં સ્થાપના કરો.

- સીડી નીચે બેસીને મહત્વપૂર્ણ કાર્ય ન કરો

- દુકાન, ફેક્ટરી, કાર્યાલય વગેરે સ્થાનો પર વર્ષમાં એકવાર પૂજા જરૂર કરો.

-
N.D
ગુપ્ત શત્રુ પરેશાન કરી રહ્યો છે તો લાલ ચાંદીનો સાપ બનાવી તેની આંખોમાં સૂરમાં આંજી પગ નીચે મૂકી સૂવુ જોઈએ.

- જ્યારથી મકાન લીધુ છે ત્યારથી ભાગ્ય સાથ નથી આપી રહ્યુ અને લાગે છે કે જૂના મકાનમાં બધુ વ્યવસ્થિત હતુ કે હવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તો ઘરમાં પીળા રંગના પડદાં લગાવો.

- જો સંતાન આજ્ઞાકારી નથી, સંતાન સુખ અને સંતાન સહયોગ મેળવવા માટે સૂર્ય યંત્ર કે તાંબુ મકાનના પ્રવેશદ્વાર પર મૂકો. પ્રાણ પ્રતિષ્ઠા કરાવીને મૂકો.

આભારસહ - ડાયમંડ કોમિક્સ પ્રકાશન લિ.