શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

દિશા પસંદ કરો, ખુશ રહો...

N.D

માણસના જીવનની અંદર દિશાઓનું પણ ખુબ જ મહત્વ છે. જીવનને સુખી તેમજ સમૃદ્ધ બનાવવા માટે તેમનું સ્થાન સર્વોપરી છે. નહીતર સુખ શાંતિ તેમજ સફળતા પ્રાપ્તિમાં કોઈ અવરોધનો સામનો કરવો પડે છે. આપણું પ્રાચીન વિજ્ઞાન પણ દિશાઓના સ્થાનને ખુબ જ મહત્વ આપે છે.

* જ્યારે તમે સુતા હોય ત્યારે ધ્યાનમાં રાખો કે તમારૂ માથુ દક્ષિણ દિશા તરક છે કે નહિ.

* તમારા બેડરૂમની અંદર એઠા વાસણ ક્યારેય પણ ન રાખશો.

* મુખ્ય દરવાજો ઘરની અંદરની તરફ ખુલવો જોઈએ. અને તેના બે બારણા હોવા જરૂરી છે.

* દવાઓ રાખવાનું સ્થળ ઉત્તર દિશામાં વધારે યોગ્ય રહે છે.

* શૌચમાં જતી વખતે તમારૂ મોઢુ પૂર્વ તરફ ન હોવુ જોઈએ.

* વાંચતી વખતે તમારો ચહેરો પૂર્વ તરફ હોવો જોઈએ.

* દેવી-દેવતાઓનું આરાધ્ય સ્થળ પૂર્વ દિશા છે એટલે કે ઈશાન ખુણો પૂજા માટે સર્વશ્રેષ્ઠ છે. પૂજાનો રૂમ જો દક્ષિણ દિશામાં હોય તો ખરાબ અસર કરે છે.

* કુવો કે બોરીંગ ઈશાન, ઉત્તર અથવા પૂર્વ દિશામાં હોવો ફાયદાકારક છે.

* દક્ષિણ-પશ્ચિમ દિશાની દિવાલો પૂર્વ તેમજ ઉત્તર દિશાની દિવાલો કરતાં મોટી હોવી જોઈએ.