શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

નવા ઘરમાં મંદિર ક્યાં બનાવશો?

P.R
જો તમારા ઘરમાં મંદિર અલગ જ રૂમમાં હોય તો સૌથી શ્રેષ્ઠ છે પરંતુ જો આવું ન હોય તો તેને એવા રૂમમાં રાખો જ્યાં તમે સુતા ન હોય.

મંદિર બનાવતી વખતે અને પૂજા કરતી વખતે નીચેની બાબતોનું ધ્યાન રાખો-

* મંદિરને ઉપરથી ગુબંદનો આકાર ન આપતાં સીધુ અને સપાટ બનાવો.

* દેવાલય જ્યાં સુધી બની શકે ત્યાં સુધી ઈશાન ખુણામાં જ બનાવો. જો ઈશાન ખુણામાં શક્ય ન બને તો પૂર્વ કે પશ્ચિમમાં સ્થાપિત કરો.

* મંદિરમાં કુલ દેવતા, દેવી, અન્નપુર્ણા, ગણપતિ, શ્રીયંત્ર વગેરેની સ્થાપના કરો.

* કોઈ પણ તીર્થસ્થળોએથી ખરીદેલી મૂર્તિઓને મંદિરમાં ન રાખશો. પારંપરિક મૂર્તિઓની જ પૂજા કરો.

* મૂર્તિઓ કોઈ પણ પરિસ્થિતિમાં ચાર થી પાંચ ઈંચ કરતાં વધારે લાંબી ન હોવી જોઈએ.

* નાચતાં ગણપતિ, તાંડવ કરતાં શિવ, વધ કરતાં કાળી માતા વગેરેની મૂર્તિ અને ફોટાઓ ન રાખશો.

* મહાદેવની લીંગના રૂપમાં આરાધના કરો, મૂર્તિ ન રાખશો.

* પૂજા કરતી વખતે મોઢુ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ.

* દિવો અગ્નિ ખુણામાં જ પ્રગટાવો. પાણીને ઉત્તરમાં રાખો.

* પૂજામાં શંખ-ઘંટડીનો પ્રયોગ અવશ્ય કરો.

* પૂજાના પવિત્ર પાણીને ઘરના દરેક ખુણામાં છાંટો.

* ગળી વસ્તુઓનો ભોગ અવશ્ય ધરાવો.

* ખંડિત મૂર્તિઓનું વિસર્જન કરી દો. વિસર્જન પહેલાં તેમને ભોગ અવશ્ય લગાવો.