શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

પરિવારની ખુશી માટે વાસ્તુ અપનાવો

N.D
પરિવારમાં ખુશી હોય તો મનુષ્યનુ જીવન વ્યવસ્થિત ચાલે છે. પરિવારમાં ખુશી હોય તો માણસને દાળ-રોટલીમાં પણ પાંચ પકવાનોનો આનંદ મળે છે. વ્યક્તિ બાહ્ય જીવનના વ્યસનો કે કુસંગતમાં અટવાતો નથી. એક ખુશહાલ પરિવાર માણસને ઘર સાથે જોડી રાખે છે. પરિવારમાં પ્રસન્નતા જળવાય રહે તે માટે વાસ્તુ મુજબના કેટલાક ઉપાયો -

- રસોડુ જે ઘરનુ મુખ્ય સ્થાન છે, તેનુ પણ વિશેષ મહત્વ છે. રસોઈ બનાવતી વખતે તમારુ મોઢુ પૂર્વ તરફ રાખશો તો ઘરમાં સૌની પાચનક્રિયા સારી રહેશે, તેવી જ રીતે જમતી વખતે પણ મોઢુ પૂર્વ તરફ રાખવુ જોઈએ
- જો તમારા ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ-પૂર્વ તરફ હોય તો ઘરમાં કોઈકને લાંબી બીમારી રહે છે.
- ઘરની બારીઓમાં ડાર્ક રંગના પડદાં લગાડવાથી ત્વચા સંબંધી બીમારી થતી નથી
- પશ્ચિમ દિશા તરફ જો વધુ પડતી બારીઓ હોય તો ઘરના સભ્યોને શરદી, કફ અને અસ્થમાની બીમારી રહે છે.
- સારી ઉંધ આવે તે માટે બેડરૂમના દક્ષિણ બાજુ મોઢુ રાખીને સૂઈ જાવ
- જો ઘર-આંગણું બાળક વગર સૂનુ હોય તો ઘરના ઉત્તર દિશાવાળા રૂમમાં સૂવાથી આ ઈચ્છા પૂરી થશે.