શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

પ્લોટ ખરીદતા પહેલા

N.D

વાસ્તુમાં દિશા, પ્લાટનો આકાર, પ્રકાર વગેરે સાથે સંકળાયેલી કેટલીક મૂળભૂત વાતો છે, જે પ્લાટ ખરીદતી વખતે તમારે માટે ઉપયોગી થઈ શકે છે. વાસ્તુના સિધ્ધાંતોને ધ્યાનમાં મૂકીને જો કોઈ જમીનની ખરીદી કરવામાં આવે તો તમારા રહેઠાણ કે વ્યવસાય માટે એ ઉપયોગી અને લાભદાયક સાબિત થશે. અમે બતાવીએ છીએ અહી આવા કેટલાક સિધ્ધાંતો વિશે -

- હંમેશા મોટો અને પહોળો પ્લોટ ખરીદો કારણ કે સાંકળો અને લાંબો પ્લોટ ભવિષ્યમાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

- ત્રિકોણાકારનો પ્લોટ મકાન નિર્માણ માટે અયોગ્ય માનવામાં આવે છે.

- પ્લોટની લંબાઈ ઉત્તર-દક્ષિણ દિશાને બદલે પૂર્વ-પશ્ચિમ દિશામાં હોવી શુભ માનવામાં આવે છે.

- પ્લાટ કે બિલ્ડિંગમાં ભારે સામાન દક્ષિણ-પશ્ચિમ દિશાના ખૂણામાં મૂકવો જોઈએ.

- મોટો પ્લોટ સમૃધ્ધિનો સૂચક હોય છે શરત એ કે તેમા સીવરેજ કે ક્રેક ન હોવી જોઈએ.

- બિલ્ડિંગ કે ફેકટરીનુ નિર્માણ કરતી વખતે દક્ષિણ કે ઉત્તર દિશાની તરફ વધુ ખાલી સ્થળ છોડવુ શુભ નથી માનવમાં આવતુ.

- પ્લોટનો આકાર ચોરસ કે લંબચોરસ હોવો વધુ સારુ માનવામાં આવે છે.