ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 21 નવેમ્બર 2014 (17:50 IST)

ફેંગશુઈ ટિપ્સ - બંધ કિસ્મતનુ તાળુ ખોલો

ફેંગશુઈમાં વિંડ ચાઈમને ખુશાલી લાવતી ધ્વનિ તરંગોનું  સાધન માનવામાં આવે છે. આ ઘરમાં સકારાત્મક ઉર્જા  લાવતુ ખૂબસૂરત શો પીસ છે. એની ધ્વનિથી ઘરમાં સુખ્-શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આથી એને લગાવતા પહેલા આ વાતોનું ધ્યાન જરૂર રાખો. 
 
1. વિંડ ચાઈમ હમેશા ખુલ્લા નળવાળી લેવી જોઈએ. 
 
2. વિંડ ચાઈમ ખરીદતી વખતે તેના મટીરિયલ અને તેમાં લાગેલી રોડની સંખ્યાનું  જરૂર ધ્યાન રાખો. 
 
3. જો પીત્તળ કે સ્ટીલની બનેલી વિંડ ચાઈમ ખરીદી રહ્યા છો તો તેમાં રોડની સંખ્યા 6 કે 7 હોવી જોઈએ આ ઘરમાં સંપન્નતા લાવે છે. 
 
4. જો વિંડ ચાઈમ વાંસની બનેલી હોય તો ,એમાં રોડની સંખ્યા 3 કે 4 હોવી જોઈએ. આ રીતની  વિંડ ચાઈમને ઘરમાં લગાવવાથી તેના ગુણોનો સર્વાધિક લાભ  લઈ શકાય છે . આ ઘરની સકારાત્મક ઉર્જાને વધારે છે. આપણે એવુ પણ કહી શકાય છે કે આ કિસ્મતના તાળા ખોલે છે. 
 
5. પાંચ રોડ વાળા વિંડ ચાઈમને ઘરમાં લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે. કહેવાય છે કે ખરાબ શક્તિ  બહાર જાય છે અને સકારાત્મક ઉર્જાની ઉત્પતિ વધારે છે.
 
6. 6 રોડવાળી પીળા  રંગની વિંડ ચાઈમને ઉતર-પશ્ચિમ દિશામાં લગાવો તો યશ અને પૈસા બન્ને તમારા દરવાજે પર હશે. 
 
7. 7 રોડવાળી સિલ્વર કે સફેદ રંગવાળી વિંડ ચાઈમને ઉત્તર પશ્ચિમ દિશામાં લગાવવાથી તમારા પારિવારિક સંબંધ મધુર થશે અને મિત્રોની સાથે  ઘણું બનશે.  
 
8. જોબની તરક્કી માટે ,યેલો કલરની વિંડ ચાઈમને ઉત્તર પશ્ચિમ દિશામાં લટકાવી શકાય છે. એના પ્રભાવને જાણવા માટે   અપ્રિલ કે મે સુધી રાહ જોવી પડશે. 
 
9. ધાતુની બનેલી વિંડ ચાઈમનો એ  લાભ હોય છે કે તેને કોઈ પણ રંગથી રંગી શકાય છે. 
 
 
10. સિરેમિક વિંડ ચાઈમ ઘણી સુંદર દેખાય છે. એને લગાવતી  સમયે પણ દિશાનો ખ્યાલ રાખવો જરૂરી છે. એને દક્ષિણ-પશ્ચિમ ,ઉત્તર-પૂર્વ કે કેંદ્રમાં લગાવવી યોગ્ય રહેશે.  
 
11. લાકડી અને વાંસની વિંડ ચાઈમ ઘરને સૌમ્ય લુક આપે છે. એને પૂર્વ તથા  દક્ષિણ પૂર્વ દિશામાં લટકાવવી  જોઈએ. આ ઘરના ગૃહસ્થ માટે સારી માનવામાં આવે  છે. 
 
12. જો તમારા મિત્રોમાં શહેર કે પડોસના પ્રતિષ્ઠાન લોકોનો સમાવેશ કરવા માંગતા હોય તો લિવિંગ રૂમના પશ્ચિમ દિશામાં  6 કે 8 રોડવાળી ચાઈમને લટકાવો.
 
13. 6 કે 8 રોડની વિંડ ચાઈમ કિસ્મતને બુલંદ કરે છે.  બોલે તો ભાગ્યના બારણા ખુલી જાય છે. હવે કિસ્મત સાથ આપે તો ઘણું બધુ કરી શકાય છે. 
 
14. ઘણા લોકોને સમાજમાં લોકપ્રિયતા મેળવવાનો શોક હોય છે. તે ઈચ્છે છે કે લોકો તેમને સન્માન  આપે. જો તમે પણ આ લોકોની શ્રેણીમાં શામેલ છો તો સિરેમિકથી બનેલી 2 કે 9 રોડની વિંડ ચાઈમને લિવિંગ રૂમના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લગાવો. 
 
15. ક્યારે પણ ધાતુની વિંડ ચાઈમને પૂર્વમાં અને લાકડીની વિંડ ચાઈમને દક્ષિણ- પશ્ચિમ દિશામાં લટકાવું શુભ નહી ગણાય . 
 
16. આ વાતનું પણ ધ્યાન રાખો કે કઈ જગ્યાએમાં વિંડ ચાઈમ  લગાવવી જોઈએ. જેમ કે બગીચામાં લગાવવા માટે મોટા વિંડ ચાઈમ જરૂરી છે.નાના લગાવવાથી તે દેખાશે નહી. 
 
17. નાના બાળકના રૂમ ઉત્તરમાં હોય તો તે રૂમ માટે ધાતુની વિંડ ચાઈમનો ઉપયોગ કરો. 
 
18. ફેંગશુઈ મુજબ પશ્ચિમ દિશા બાળકોનું  ક્ષેત્ર ગણાય છે. આ સ્થાને અંદરથી ખાલી ધાતુની નળાકાર વિંડ ચાઈમ લગાવો ,તો ઘરમાં શાંતિ સ્થિર રહેશે. 
 
19. જો તમારા જીવન  અને સંબંધમાં અવરોધ આવી ગયો છે તો  એ  જોઈ લો કે તમારા ઘરની આગળ કોઈ વિશાળ ઈમારત તો નથી જો આમ હોય તો, આ કારણે બનેલી સકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે વિંડ ચાઈમ લગાવો ,આનાથી ઘરમાં સૌભાગ્ય અને સમુદ્ધિ આવશે.