ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By

માત્ર એક રૂપિયો ખર્ચ કરીને તમારી તિજોરી ખચોખચ ભરેલી રાખો

માત્ર એક રૂપિયો ખર્ચ કરીને તમારી તિજોરી ખચોખચ ભરેલી રાખો

માં લક્ષ્મી અને ગણેશનું  પૂજન , ધાર્મિક,આધ્યાત્મિક,તાંત્રિક અને ભોતિક દરેક દ્રષ્ટિએ પ્રભાવશાળી છે . માં લક્ષ્મી પોતાના ભક્તો પર પ્રસન્ન થઈ તેને ધન સંપત્તિ આપે છે .ધન સંપત્તિને દાને મેળવવામાં કોઈ અવરોધ ઉભો ન થાય એ માટે રિધ્ધિ- સિધ્ધિના દાતા શ્રી ગણેશની પૂજા થાય છે. મા લક્ષ્મી અને  શ્રી ગણેશની પૂજા એક સાથે કરતી વખતે ધ્યાન રાખો કે શ્રી ગણેશને મા લક્ષ્મીના  જમણી બાજુ પર સ્થાપિત કરો ત્યારે જ પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપત થાય છે. 
 
ધન પ્રાપ્તિના ટોટકામાં ઘણી વસ્તુઓનો ઉપયોગ થાય છે જે  માતા લક્ષ્મીને ઘણી પ્રિય છે. એમાંથી  ઘણી વસ્તુઓ તો તિજોરીમાં રાખવામાં પણ આવે છે. જેનાથી કાયમ ધન સંપત્તિ સતત વધતી રહે છે.  
 
તિજોરીમાં ધનનો નિવાસ કાયમ રહે એ માટે શાસ્ત્રો ના મત મુજબ દરરોજ શ્રી ગણેશની વિધિવત પૂજા કરો અને શુભ મૂહૂર્તમાં શ્રી ગણેશના પ્રતીક સ્વરૂપ  સુપારીની વિધિવત રીતે પૂજા કરો ત્યારબાદ એ  સોપારીને પોતાની તોજોરીમાં મુકી દો. 
 
પૂજા કરેલ સોપારીમાં સાક્ષાત શ્રી ગણેશનો વાસ હોય છે. તેથી આને તિજોરીમાં સ્થાપિત કરવાથી હકારાત્મક ઊર્જાનો સંચાર થશે અને જે પણ નકારાત્મક શક્તિઓ હશે તે આપમેળે જ દૂર થઈ જશે.  તો માત્ર  એક રૂપિયો ખર્ચ કરવાથી તમારી તિજોરીમાં માં લક્ષ્મી શ્રી ગણેશ સાથે વિરાજમાન થશે અને તિજોરી ખચોખચ ભરેલી રાખશે.