શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 17 ડિસેમ્બર 2015 (18:13 IST)

મોર પંખ ઘરમાં લગાવો અને સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીની કૃપા મેળવો

મોર સંસારનું  સૌથી સુંદર પક્ષી માનવામાં આવે છે. સનાતન ધર્મમાં મોર પંખને ખૂબ આદરણીય સ્થાન મળ્યુ છે. ભારતીય સંસ્કૃતિમાં તેનુ મહત્વ જોતા જ ભારત સરકારે ભારતીય વન્ય પરિષદની અનુસંશા પર સન 1962માં આને રાષ્ટ્રીય પક્ષી જાહેર કર્યુ. 
 
મોર પંખ ઘણા દેવતાઓનુ પ્રિય આભૂષણ છે. જેવા કે ભગવાન શ્રીકૃષ્ણ, શ્રી ગણેશ અને કાર્તિકેય જી. વિદ્યાની દેવી સરસ્વતી માતાનુ વાહન હોવાને કારણે વિદ્યાર્થી વર્ગમાં પોતાના પુસ્તકોની અંદર મોર પંખ રાખવાની પ્રથા છે.  મોર ભગવાન કાર્તિકેયનુ પણ વાહન છે. કાર્તિકેય દેવતાઓની સેનાના સેનાપતિ છે. પણ તેમણે ખુદના વાહનના રૂપમાં મોરને પસંદ કર્યા છે. 
 
દેવ વાહિની તંત્રમાં મોરના પાંખોની વિગત આપવામાં આવી છે. સમસ્ત શાસ્ત્રો, ગ્રંથો, વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્રમાં મોરના પંખને મહત્વપુર્ણ સ્થાન પ્રાપ્ત છે. ઘરમાં મોર પંખ એવા સ્થાન પર લગાવો જ્યાથી તે સહેલાઈથી દેખાતુ રહે. મોરના પંખ ઘરમાં રાખવાનુ ઘણુ મહત્વ છે તેના ધાર્મિક પ્રયોગ પણ છે.  
 
1.ઘરમાં મોર પંખને મુકવાથી શુભ્રતાનો સંચાર થાય છે અને સુખ સમૃદ્ધિ તેમજ લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.  
2. ઘરના વાતાવરણમાં રહેલ નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે અને સકારાત્મક શક્તિઓ સક્રિય થાય છે.  
3. સાંપ મોર પંખથી ગભરાય છે કારણ કે મોરનો પ્રિય આહાર સાંપ છે.  તેથી સાંપ એ સ્થાન પર નથી આવતા જ્યા તેમને મોર કે મોરની પાંખ દેખાતી હોય. 
4. જે વ્યક્તિ સદૈવ પોતાની પાસે મોર પંખ  રાખે છે તેના પર કોઈ અમંગળ થતુ નથી. 
5. મોર પંખથી બનેલ પંખાને ઘરની અંદર ઉપરથી નીચે ફેરવવાથી ઘરની આસપાસની નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે. 
6. મોર પંખને માથા પર ધારણ કરવાથી વિદ્યા લાભ પ્રાપ્ત થાય છે.