બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

લક્ષ્મીને ખુશ કરવાના નુસખા અપનાવો

પૈસાની બચત માટે ઉત્તર દિશાનું વાસ્તુ બરાબર હોવું જરૂરી છે. જે લોકોનુ મકાન પૂર્વમુખી અને ઉત્તરમુખી દ્વાર વાળું હોય છે તે શુભ ગણાય છે. ધન ક્યારેય વાયવ્ય દિશામાં રાખવું જોઇએ નહીં. આ ખૂણામાં રખાયેલ ધન અત્યંત ચંચળ બનીને વપરાય જાય છે. સ્થાયી સંપત્તિ, પ્રોપર્ટી વગેરેનાં મહત્ત્વના ડોકયુમેન્ટ્સ પણ ઇશાન ખૂણામાં રાખવાથી ફાયદો થાય છે.

આપણે જોઈએ છીએ કે લોકો રોકડ રકમ અને દાગીના સાથે જ રાખે છે. આવા લોકોએ ધન દાગીના સાચવવા માટે હંમેશાં ઇશાન ખૂણો પસંદ કરવો જોઇએ.

વજનદાર તિજોરીને ક્યારેય ઈશાન ખૂણામાં ન મુકવી જોઈએ. જો તમે પૈસો બચાવવ માંગતા હોય તો નૈઋત્ય ખુણામાં વજન હોવું જોઇએ.

અગ્નિ ખૂણામાં કયારેય પણ પાણી ન રાખવું તે અશુભ ગણાય છે.

ઘરનો દરવાજો નૈઋત્ય ખૂણામાં હોય અથવા ઘર, દુકાન, ઓફિસ, ફેકટરી વગેરેનો નૈઋત્ય ખૂણો જો ખાલી હોય એટલે કે ત્યાં કોઇ વજન ન રખાયું હોય તો પૈસાને લગતી મુશ્કેલીઓ આવી શકે છે, તેથી આ ખૂણામાં વજન અવશ્ય રાખવુ. 

મુખ્ય માલિકની બેઠક નૈઋત્ય ખૂણામાં હોવાથી ફાયદો થાય છે. દુકાનદારોએ પોતાની દુકાનના વાયવ્ય ખૂણામાં એવી વસ્તુ રાખવી જોઇએ જેને તેઓ જલદીથી વેચવા માગતા હોય. 

વાસ્તુશાસ્ત્રની સાથે એ પણ જોવું કે વ્યકિતની જન્મંકુડળીમાં ગુરુ, શુક્ર, બુધ વગેરે ગ્રહ અસ્ત તો નથી ને? કુંડળીમાં કોઈ ભયંકર યોગ બનતો હોય ત્યારે એવી વ્યકિતએ પૈસો પોતાના નામ પર કયારેય પણ સેવિંગ્સમાં ન મૂકવો જોઇએ. કુંડળીમાં લક્ષ્મીયોગ, વગેરે જેવા સારા યોગ હોવાથી પૈસા મળતા તો હોય છે પણ ટકતા નથી હોતા, ત્યારે આવા લોકોને શુક્રવારે તેમજ રવિવારે પૂર્વ દિશામાં મોઢુ રાખીને લક્ષ્મીપૂજન કરવાથી અવશ્ય લાભ થાય છે. 

શ્રીયંત્ર પૂર્વ દિશામાં સ્થાપિત કરવું જોઇએ અને કુબેરયંત્ર ઉત્તર દિશામાં સ્થાપિત કરવું જોઇએ. ફેંગશુઇ કાચબો અથવા ટોડ જો ઘર યા ઓફિસ કે દુકાનમાં રાખ્યો હોય તો તેનું મુખ અંદરની તરફ રાખવું, કયારેય બહારની તરફનું મુખ ન રાખવું.