શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વસ્તુઓમાં ફેરબદલ કરી વાસ્તુદોષ નિવારો

P.R
વાસ્તુ શાસ્ત્ર તેના રચયિતા વિશ્વકર્માજીની મનુષ્યને અમૂલ્ય દેણ છે. જ્યોતિષ વિજ્ઞાત અંતર્ગત વાસ્તુનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. કોઈ પણ ભવનનું નિર્માણ કરતી વેળાએ તેને વાસ્તુનુકૂળ બનાવવું આવશ્યક છે કારણ કે, ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ તેના પર આધારિત છે. વાસ્તુ દોષ હોવા પર ભવનમાં કેટલીયે પ્રકારની પરિસ્થિતિઓ, અસ્વસ્થતા, અકારણ દુ:ખ, હાનિ, ચિંતા અને ભય વગેરે બનેલો રહે છે.

આધુનિક યુગમાં ફ્લેટ સંસ્કૃતિ ચારેય તરફ વિકસીત થઈ ચૂકી છે. આ ફ્લેટોમાં જો વાસ્તુ દોષ હોય તો પણ તોડી-ફોડીને અનુકૂળ બનાવવો સંભવ નથી. કેટલાક સ્થાનોએ ધનાભાવ અથવા અર્થાભાવના કારણે પણ વ્યક્તિ વાસ્તુ દોષનું નિવારણ કરી શકતો નથી પરંતુ એવા સમયે નિરાશ થવાની જરૂરિયાત નથી કારણ કે, એવા સમયે આપણે ઘરના સમાન અને વસ્તુઓમાં ફેર બદલ કરીને વાસ્તુ દોષને એક સીમા સુધી સમાપ્ત કરી શકીએ છીએ.

ઉદાહરણ તરીકે આગ્નેય કોણ (પૂર્વ-દક્ષિણ કોણ) માં રસોઈઘર હોવુ જોઈએ જેથી એવું ન થવા પર અગ્નિની પુષ્ટિ થઈ શકતી નથી તેના નિવારણ માટે આપણે ઘરની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે, ફ્રીજ, ટીવી વગેરેને આ ખુણામાં રાખીને તેને પુષ્ટ બનાવી શકીએ છીએ. આ પ્રકારે ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશાને ખાલી રાખવી જોઈએ.

જો તેમ સંભવ ન હોત તો પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખેલી વસ્તુઓના વજનથી લગભગ દોઢ ગણુ વજન નૈત્રુત્ય કોણ (દક્ષિણ-પશ્વિમ) અથવા દક્ષિણ દિશામાં રાખવું જોઈએ જેથી નૈઋત્ય કોણ ભારે અને ઈશાન કોણ (પૂર્વ-ઉત્તર) હલકો હોવો જોઈએ.

આ પ્રકારે ઘરની ઘડીયાળોને હમેશા પૂર્વ અથવા ઉત્તર દિશામાં લગાવવી જોઈએ જેથી સારા સમયના આગમનની વિધ્નો દૂર કરી શકાય. ઈશાન કોણ પવિત્ર અને સ્વચ્છ રાખવો જોઈએ અને એક ઘડો પાણી ભરીને એ ખુણામાં રાખવો જોઈએ જેથી સત્પરિણામ મળે છે.

તમામ મહત્વપૂર્ણ કાગળોને પૂર્વ અને ઉત્તર દિશામાં રાખવા જોઈએ એવું ન કરવાથી તેનાથી સંબંધિત ઘટનાઓ અહિતકારી રહે છે. આ પ્રકારે ઘરના શયન કક્ષ, પૂજા સ્થળ, તિજોરી, બાથરૂમ, બેઠક સ્થળ, ભોજન કક્ષ, મુખ્ય દ્રારા અને બારી વગેરેમાં પરિવર્તન કરીને વાસ્તુ દોષ ઠીક કરીને જીવનમાં સફળતા મેળવી શકાય છે.