શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ - કેવો હોવો જોઈએ તમારો સ્ટડી રૂમ

N.D
- બુધ, ગુરૂ, શુક્ર અને ચંદ્ર ચાર ગ્રહોના પ્રભાવવાળી પશ્ચિમ મધ્ય દિશામાં અભ્યાસ કક્ષનું નિર્માણ કરવુ અતિ લાભદાયક સિદ્ધ થાય છે.

- અભ્યાસ કક્ષમાં ટેબલ પૂર્વ-ઉત્તર ઈશાન કે પશ્ચિમમાં રહેવુ જોઈએ. દક્ષિણ અગ્નિ અને નેઋત્ય કે ઉત્તર વાયવ્યમાં ન હોવું જોઈએ.

- બારી કે વેંટીલેટર પૂર્વ-ઉત્તર કે પશ્ચિમમાં હોવુ અતિ ઉત્તમ માનવામાં આવે છે. દક્ષિણમાં બને ત્યાં સુધી ન રાખશો.

- સ્ટડીરૂમમાં રંગ સંયોજન સફેદ, બદામી, પિંક,આસમાની કે આછો ભૂરો રંગ દિવાલો પર કે ટેબલ-ફર્નીચર પર સારો છે. કાળો, ઘાટ્ટો ભૂરો રંગ કક્ષમાં ન કરાવવો જોઈએ.

- સ્ટડી રૂમના પ્રવેશ દ્વારા પૂર્વ-ઉતર, મધ્ય કે પશ્ચિમમાં રહેવુ જોઈએ. દક્ષિણ-અગ્નિ કે નેઋત્ય કે ઉત્તર વાયવ્યમાં ન હોવુ જોઈએ.

- રૂમમાં પુસ્તકો મુકવાનુ કબાટ કે રૈક ઉત્તર દિશાની દિવાલ પર લગાવવું જોઈએ.

- પાણી મુકવાનું સ્થાન, મંદિર અને ઘડિયાળ ઉત્તર કે પૂર્વ દિશામાં યોગ્ય હોય છે.

- બિનોપયોગી વસ્તુઓ રૂમમાં ન મુકશો

- ટેંબલ ગોળાકાર કે અંડાકારના સ્થાન પર લંબચોરસ હોવુ જોઈએ

- ટેબલના ટોપનો રંગ દૂધિયા સફેદ હોવો જોઈએ પ્લેન ગ્લાસ મુકવામાં આવે. ટેબલ પર અભ્યાસ કરતી વખતે જરૂરી પુસ્તકો જ મુકો.

- બંધ ઘડિયાળ, તૂટેલી બેકાર પેન, ધારદાર ચાકૂ, હથિયાર કે ઓઝાર ન મુકશો

- કોમ્પ્યુટર ટેબલ પૂર્વ મધ્ય કે ઉત્તર મધ્યમાં મુકો, ઈશાનમાં ક્યારેય ન મુકશો.

- અભ્યાસ કક્ષના મંદિરમાં સવાર-સાંજ ચંદનની અગરબત્તી લગાવવી ન ભૂલશો.