બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 23 ઑગસ્ટ 2014 (18:14 IST)

વાસ્તુ ટિપ્સ - આટલુ કરશો તો તમારુ સુતેલુ નસીબ જાગી જશે

પોતાનુ મકાન હોય એવુ સપનુ દરેક વ્યક્તિનું હોય છે. જ્યા તેઓ પોતાનુ ઘર બનાવે છે એ સ્થાનનું વાતાવરણ પર્યાવરણની સ્થાયી અને અસ્થાયી રૂપે રહેનારા પર અસર પડે છે. જીવનને આનંદમય સુખી અને સમૃદ્ધ બનાવવા માટે આમ તો કોઈ નિશ્ચિત ફોર્મુલા નથી. પણ ક્યારેક ખૂબ વધુ પ્રયાસ કરવા પર પણ સફળતા પ્રાપ્ત થતી નથી.  મનુષ્ય વાસ્તુના કેટલાક નિયમોને અપનાવીને સફળતાના શિખરને અડી શકે છે. વાસ્તુ શાસ્ત્રનો ઉદ્દેશ્ય મનુષ્યને કલ્યાણ માર્ગમાં લગાવવાનો છે.  આપણો  એક નાનકડો પ્રયાસ એક નાનકડો ફેરફાર આપણા સંપુર્ણ જીવનનુ રૂપ પલટી શકે છે.  
 
1. ઘરના મુખ્ય દ્વાર પર ઘરની ગૃહલક્ષ્મી માંગલિક ચિન્હ બનાવો. ગણેશજી, માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેરજીના શ્રી રૂપ સ્થાપિત કરો. આવા ઘરમાં ઉપરના અવરોધોનો પ્રભાવ પડતો નથી અને સદા માટે સંકટોથી મુક્તિ મળે છે. 
 
2. જે ઘરમાં ભગવત આરાધના થાય છે એ ઘરમાં સૂતેલા ભાગ્યને જાગૃત કરી શકાય છે.  
 
3. મુખ્ય દ્વાર સામે વૃક્ષ, સ્તંભ અને કુવો અને જળના સ્ત્રોત રહેવાથી નકારાત્મકતા ફેલાય છે.  
 
4. મુખ્ય દ્વાર સામે કચરો અને ગંદકી ન થવા દો. આનાથી ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે. 
 
5. ઘરના મધ્યમાં બરામદો બનાવો તેમા તુલસીનો ચબુતરો બનાવી ઘરની ગૃહલક્ષ્મી સવાર સાંજ પૂજા આરાધના કરે. આવુ કરવાથી ઘરમાં ધનધાન્યની વૃદ્ધિ થાય છે.   
 
6. મુખ્ય દ્વાર ઉત્તરપૂર્વમાં હોવાથી શુભ્રતાનો સંચાર થાય છે. મુખ્ય દરવાજા સામે સીઢીયો અને કિચન ન બનાવો. 
 
7. દક્ષિણ દિશામા રોશનદાન અથવા બારીઓ ન હોવી જોઈએ. 
 
8.ઘરમાં બંધ ઘડિયાળ તૂટેલા કાંચ અને જૂની રદ્દીનો સામાન જમા કરીને ન મુકશો. અને ઘરમાં સામાનને અસ્ત વ્યસ્ત ન મુકશો. આનાથી નકારાત્મક શક્તિઓ પોતાનુ નિવાસ ત્યા જ સ્થાપિત કરી લે છે. સારુ રહેશે કે બિનજરૂરી વસ્તુઓને ઘરમાંથી બહાર કરતા રહો.  
 
 
9. બેડરૂમમાં બેડ સામે અરીસો અથવા ડ્રેસિંગ ટેબલ ન મુકો. જો મજબુરીથી મુકવુ પડે એમ હોય તો કાયમ તેને ઢાંકીને મુકો. ફક્ત વાપરતી વખતે જ કપડુ હટાવી લો.
 
 
10. ઘરમાં જેટલી પણ બારીઓ હોય તેની સંખ્યા સમ રાખો અને સીડીયોની વિષમ.