બુધવાર, 24 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By
Last Modified: બુધવાર, 14 મે 2014 (14:50 IST)

વાસ્તુ ટિપ્સ - ગણેશજીના શુભ પ્રતિક ચિહ્નોનું મહત્વ

દ્વાદશ નામ: ગણપતિના દ્વાદશ નામનું જે વ્યક્તિ વહેલી સવારે સ્મરણ કરે છે. તેને વિઘ્ન અને અવરોધોનો સામનો કરવો પડતો નથી. . આ નામ છે - ગણપતિ ,વિઘ્નરાજ, લમ્બતુંડ, ગજાનન, દ્વૈમાતુર, હૈરબ, એકદંત, ગણાધિપ ,વિનાયક,ચારુકર્ણ, પશુપાલ અને ભવાત્મજ. 
 
મૂર્તિ : ગૃહસ્થોને ઘરમાં બે શિવલિંગ, ત્રણ ગણેશજીની મૂર્તિ, બે શંખ, બે સૂર્ય પ્રતિમા, બે શાલિગ્રામ, ત્રણ દુર્ગાની મૂર્તિનું  પૂજન નહી કરવુ જોઈએ. ઘરમાં ગણેશજીની મૂર્તિ એકથી વધારે હોય તો કંઈ વાંધો નહી પણ પૂજા એક જ ગણેશજીની થવી જોઈએ. 
 
ગણેશજીને અર્પણ કરાતા પુષ્પ : ગણેશજીને લીલી દૂર્વા સર્વાધિક પ્રિય છે. ગણેશજી પર બધા ફૂલ અર્પણ કરી શકાય. લાલ ફૂલથી તે ખૂબજ પ્રસન્ન થાય છે. 
 
નિષિદ્ધ ફળ : ગણેશજીને તુલસી અર્પણ ના કરાય. જે પુષ્પ અન્ય દેવી-દેવતાઓને નિષિદ્ધ છે તે ગણેશજીને અર્પણ કરી શકાય.  
 
દિશા- ગણેશજીની મૂર્તિ મુખ્યદ્વાર પર સિંદૂર લગાવી સ્થાપિત કરવાથી અશુભ ઉર્જાનો ઘરમાં પ્રવેશ નહી થાય. 
 
ગણપતિજીના આઠ અવતાર- ગણેશ ભગવાનના અસંખ્ય અવતાર છે. પણ તેમાંથી આઠ પ્રમુખ છે. વક્રતુંડ ,એકદંત ,મહોદર,ગજાનન ,લમ્બોદર,વિકટ,નિરાજ અને ધૂમ્રવર્ણ . 
 
શ્વેતાર્ક અને ગણેશ : શ્વેતાર્કને મદાર કે આક પણ કહે છે. આ બે પ્રકારના હોય છે. શિવજીને અતિપ્રિય છે. એમાં ગણેશજીનો વાસ છે એવું કહેવાય છે. તાંત્રિક લોકોમાં આ વિશેષ માન્ય છે. એની જડ શુભ મુહૂર્તમાં વિધિપૂર્વક પૂજા કરીને ઘરમાં રખાય તો વિશેષ હિતકારી હોય છે. 
 
બુધવાર : આ ગણેશજીનો મિશ્ર સંજક શુભવાર છે. એ દિવસ કોઈને પૈસા આપશો નહી પણ લઈ શકો છો.  આ દિવસ આપેલું ધન પરત મેળવવામાં મુશ્કેલી આવે છે. બેંકમાં ફિક્સ ડિપોજિટ કે નાણાકીય ચુકવણી કરવી હોય તો આ દિવસે કરો.