ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ પ્રમાણે ફેક્ટરી ક્યાં લગાવશો- 2

- ફેક્ટરીમાં બિલ્ડીંગનું નિર્માણ એવી રીતે કરો કે પ્લોટની ઉત્તર, પુર્વ અને ઈશાનમાં વધારે જગ્યા છોડીને પશ્ચિમ, દક્ષિણ અને નૈઋત્ય તરફ વધારે વિસ્તૃત થઈ શકે.

- ફેક્ટરીમાં બિલ્ડીંગની ઉંચાઈ એકસરખી જ રાખો. જો કોઈ દિશામાં વધારે ઉંચાઈ રાખવી હોય તો દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખી શકો છો.

- મોટા ભાગની ફેક્ટરીમાં છતનો ઢળાવ બે તરફ હોય છે. જેવી રીતે અડધી છત ઉત્તર તરફ તો અડધી દક્ષિણ તરફ. અડધી પુર્વમાં તો અડધી પશ્ચિમ તરફ ઢળતી હોય છે. આ ગંભીર વાસ્તુદોષ છે અને આના પરિણામ સ્વરૂપ ફેક્ટરીના માલિકને હંમેશા મુશ્કેલીમાં રહેવું પડે છે. આ પ્રકારનું નિર્માણ વાસ્તુને અનુરૂપ ઠીક નથી. જો વધારે જરૂરી હોય તો આ ઢળાવ ઉત્તર અને પુર્વ દિશા તરફ જ કરો.

- ફેક્ટરીની જમીનને નજીક ઉત્તર કે પુર્વ દિશામાં કોઈ પણ ટેકરી, ઉંચો થાંભલો કે પર્વત ના હોવો જોઈએ. આ બધી વસ્તુઓ જો પશ્ચિમ કે દક્ષિણ દિશામાં હોય તો શુભ છે.

- ફેક્ટરીનો મુખ્ય દરવાજો ઉત્તર ઈશાન, પશ્ચિમ વાયવ્ય, દક્ષિણ અગ્નિ તેમજ પુર્વ ઈશાનમાં હોવો જોઈએ.

- મુખ્ય દ્વારની સામે કોઈ પણ પ્રકારનો અવરોધ ન હોવો જોઈએ.