શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ મુજબ આ છોડ લગાવશો તો ધન લાભ થશે

P.R


જો તમને ફૂલછોડ લગાવવાનો શોખ છે તો વાસ્તુની માહિતી પણ જરૂર રાખો. કારણ કે વાસ્તુના નિયમ મુજબ છોડ ન લગાવવાથી ઘરમાં રહેનારા લોકોની આર્થિક, શારીરિક અને માનસિક હાલતને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. બાગકામ કરતી વખતે આ વાતનુ ધ્યાન રાખો કે ઝાડ છોડ એવા હોય જે ઘરમાં ખુશી લાવે.

વૃહતસંહિતામાં કહેવાયુ છે કે એવા ઝાડ જેમના પાન અને ડાળીને તોડતા દૂધ નીકળતુ હોય તેને ઘરની પાસે ન લગાવવા જોઈએ તેનાથી ધનની હાનિ થાય છે. આ જ રીતે કાંટાવાળા ઝાડ પણ ઘરના મુખ્ય દ્વાર અને ઘરની પાસે હોવા શુભ નથી હોતા. તેનાથી શત્રુનો ભય વધે છે.
P.R

ફેંગશુઈ મુજબ વાંસનો છોડ સમૃદ્ધિ અને વિકાસનુ પ્રતિક છે. તેને ઘરમાં ક્યાય પણ મુકી શકો છો. તેનાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા સમાપ્ત થઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કેળુ, તુલસી, કેતકી, ચમેલી, ચંપા આ શુભ વૃક્ષ છે તેને ઘરની આજુબાજુ લગાવવાથી ધન અને સુખમાં વધારો થાય છે.

નારિયળ અને અશોકનુ ઝાડ પણ શુભ હોય છે. અશોક પોતાના નામ મુજબ જ શોકને દૂર કરનારો અને પ્રસન્નતા આપનારુ વૃક્ષ છે. તેનાથી ઘરમાં રહેનારા વચ્ચે પરસ્પર પ્રેમ અને સૌહાર્દ વધે છે.

કેળાનુ ઝાડ ભગવાન વિષ્ણુને પ્રિય હોય છે. ધનનો કારક ગ્રહ ગુરૂનો તેના પર પ્રભાવ હોય છે. તેને ઈશાન કોણ લગાડવાથી ઘરમાં ધન વધે છે. કેળાને વૃક્ષની નિકટ જ તુલસીનુ ઝાડ લગાવે તો આ અતિ શુભ ફળદાયક હોય છે. તેનાથી વિષ્ણુ અને લક્ષ્મીની કૃપા એક સાથે રહે છે.

ઘરની બહાર ફૂલ છોડ લગાવવાનુ સ્થાન ન હોય તો ઘરની અંદર મની પ્લાંટ લગાવી શકો છો. ચાઈનીઝ વાંસની જેમ આ પણ સમુદ્ધિદાયક પ્લાંટ માનવામાં આવે છે પણ એક વાતનું ધ્યાન રકહો કે મની પ્લાંટના ખરાબ પાંદડાને હંમેશા દૂર કરતા રહો.