ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : મંગળવાર, 2 ઑગસ્ટ 2016 (16:40 IST)

વાસ્તુ શાસ્ત્રના આ ઉપાયથી ઘરમાં થઈ શકે છે ધનવર્ષા

હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્ર એક એવું શસ્ત્ર છે જેના હિસાબથી આપણે લોકો ઘરે કામ કરીએ છીએ.  માતા લક્ષ્મીની પૂજા વિધિ વિધાનથી કરીએ છીએ કે પછી ખૂબ દાન પુણ્ય કરીએ છીએ.  જેથી માતા આપણા પર ખુશ રહે. 
 
જેથી ઘરમાં ખુશાલી આવે. ધનની કમી ના આવે. સાથે જ પરિવારના કોઈ પણ માણસને કોઈ પણ સમસ્યા ન થાય  આવો જાણીએ વાસ્તુના નિયમો જેના પ્રયોગથી ઘરમાં ક્યારે પણ માતા લક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે.  હમેશા ધ્યાન રાખો કે પૂજા સ્થળ પર હમેશા ઉજાશ રહેવો જોઈએ આવુ હોવાથી માતા પ્રસન્ન થાય છે. 
 
આ સિવાય પૂજા સ્થળમાં રોશની માટે પીળા રંગના બલ્બના પ્રયોગ કરો. આ શુભ ગણાય છે. 
 
વાસ્તુશાસ્ત્ર મુજ્બ ઘરમાં સુખ સમૃદ્ધિ અને વ્યાપારમાં ઉન્નતિ માટે બધા રૂમોમાં દુધિયા રંગના બલ્બ લગાવો. જ્યાં તમારી તિજોરી કે અલમારી રાખી હોય ત્યાંના રંગ ઑફ વ્હાઈટ કે ક્રીમ રાખો. આથી તમારા પર લક્ષ્મીની કૃપા બની રહે છે. 
 
ક્યારે પણ તિજોરીને  સીઢીઓ નીચે કે ટાયલેટ સામે ન રાખવી જોઈએ. આ અશુભ ગણાય છે. સાથે જે રૂમમાં તિજોરી  હોય ત્યાં કરોળિયા જાળિયા કે કબાડ  હોય તો તરત જ હટાવી દો. કારણકે આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. 
 
તિજોરીના પલડા(દરવાજા) પર બેસેલા લક્ષ્મીનો ફોટો  લગાડો જેમાં સાથે હાથી સૂડ ઉઠાવતા નજર આવી રહ્યા હોય્ આવું કરવુ  શુભ ગણાય છે. 
 
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હમેશા ધન વધતુ રહે તો તમારા ઘરમાં તિજોરી પૂર્વ દિશા તરફ રાખો. આ ખૂબ શુભ દિશા હોય છે. ઘરમાં ઉત્તર દિશાની તરફ  તિજોરી કે અલમારીમાં ઝવેરાત અને ધન રાખો છો તો તમારા ઘરમાં કયારે પણ ધનની કમી નહી થાય. આથી તમારી તિજોરીને ઉત્તર  દિશાના રૂમમાં દક્ષિણની તરફ પીઠ રાખો જેથી જ્યારે પણ તમે અલમારી ખોલો તો એના બારણા ઉત્તર દિશામાં ખુલે. ઘરમાં ધનમાં વધારો થવા સાથે સાથે તમારા બાળક બુદ્ધિમાન અને પ્રસિદ્ધ થશે. , તો તમે ઘરમાં  તિજોરીને કે કબાટને ઈશાન ખૂણામાં રાખો. આવું કરવાથી તમારા ઘરના મુખિયા બુદ્ધિમાન થશે. 
 
આ રીતે જ જો તમારી તિજોરી  ઉત્તર ઈશાન ખૂણામાં રાખશો . તો તમારા ઘરની કોઈ છોકરી ખૂબ બુદ્ધિમાન અને નામ રોશન કરતી થશે.