શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ સલાહ : ઘરની સામે વીજળીનો થાંભલો અને વાસ્તુ

P.R
જેમના ઘરની સામે વીજળીનો થાંભલો કે ટ્રાંસફોર્મર લાગેલા છે તેમને માટે વાસ્તુ ટિપ્સ

1. જો મકાનની સામે વીજળીનો થાંભલો કે મોટો ઈલેક્ટ્રોનિક ટ્રાંસફોર્મર હોય તો આ સ્થિતિ શુભ નથી માનવામાં આવતી. આવા ઘરમાં બીમારી પ્રવેશ કરી જાય છે. ઘરમાં અગ્નિકાંડ, લડાઈ કે કોર્ટ કેસનો ભય બન્યો રહે છે.

ઉપાય - ઘરના મુખ્યદ્વાર પર અષ્ટકોણીય દર્પણ એ રીતે લગાવો કે થાંભલાનું નકારાત્મક પ્રતિબિંબ પરિવર્તિત થઈને પાછુ જતુ રહે.

2. જો મકાનની સામે મોટો ગેટ કે મોટી પોલ હોય કે કોઈ પિંજરા જેવી વસ્તુ હોય તો વાસ્તુ મુજબ તેને અશુભ માનવામાં આવે છે. આવા મકાનમાં રહેનારા વ્યક્તિ બીમાર રહે છે. પરિવારમાં રહેનારા લોકોને ઘણી મહેનત કરવા છતાય ફળ નથી મળતુ. જેને કારણે તેમનુ મન અશાંત રહે છે.

ઉપાય - ઘરના મુખ્યદ્વારના એક ખૂણામાં બનાવો જેથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ સીધો ન પડે. મકાનની દહેલીજને બે ઈંચ ઉપરની તરફ ઉઠાવવાથી લાભ મળવા માંડે છે.

3 જો કોઈ ગોળ ગુંબજવાળા મકાનની છાયા તમારા મકાનના મુખ્યદ્વાર પર પડતી હોય તો બેડરૂમ પર તેની છાયા પડતી હોય તો તેને વાસ્તુ મુજબ અશુભ માનવામાં આવે છે. આવા મકાનમાં બાળકોનું સ્વાસ્થ્ય ઠીક નથી રહેતુ.;

ઉપાય - આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બાળકોના બેડરૂમ પર એવા ગુંબજની છાયા કે પ્રતિબિંબ ન પડવા દો કારણ કે ગોળ ગુંબજનો પ્રભાવ મોટી વ્યક્તિઓ પર નથી પડતો. તેથી મોટા વયસ્ક પોતાનો બેડરૂમ ત્યા બનાવી શકે છે. મુખ્યદ્વારના ઉંબરા પર તાંબાના પાંચ સિક્કા લાઈનમાં દબાવી દો.