શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુ સલાહ : ઘરનુ ઘર જોઈતુ હોય તો આટલુ કરો

P.R
આપણુ પોતાનુ ઘર હોય એવી ઈચ્છા દરેકની હોય છે. દરેકની આ ઈચ્છા ક્યારેક પૂરી થાય છે તો ક્યારેક સ્વપ્ન બનીને રહે છે. પરંતુ આપણા શાસ્ત્રોમાં આવા અનેક ઉપાયો આપ્યા છે જેના દ્વારા તમને ભાડાના ઘરમાંથી છુટકારો મળશે અને તમે તમારા પોતાના ઘરમાં પગ મુકી શકશો.

જોઈએ શુ છે આ ઉપાયો....

- જૂના ઘરમાં વાસ્તુદોષ છે કે ? આ પહેલા જોઈ લો. ભાડાના ઘરમા વાસ્તુદોષ તમે સુધારી તો નહી શકો પણ નવુ વાસ્તુદોષ રહિત ઘર જરૂર શોધી શકો છો.

- ઘરના ઉત્તર પૂર્વ કાયમ ખાલી મુકવો જોઈએ. આ સ્થાન પર સામાન મુકીને ઘરમાં અડચણરૂપ નિર્માણ કરવુ નહી. આવુ કરવાથી આર્થિક અડચણો કાયમ પરેશાન કરે છે.

- ઘરની જડ વસ્તુ કે બિનજરૂરી સામાન ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં મુકવો. બીજા સ્થાન પર ભારે અને જડ વસ્તુ મુકવી એ વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ ગણાય છે.

- બાથરૂમ કે રસોઈઘરમાં પાણીનો નળ ઉત્તર પૂર્વ દેશામાં હોવો જોઈએ. આ સાથે જ બાથરૂમ, રસોઈઘર વગેરે સ્થાન પર નળમાંથી પાણી ટપકે નહી તેનુ ધ્યાન રાખો.

-બેડરૂમમાં પલંગના માથા તરફનો ભાગ દક્ષિણ દિશામાં હોવો જોઈએ.

- સૂતી વખતે તમારુ માથુ દક્ષિણ દિશામાં અને પગ ઉત્તર દિશામાં હોવા જોઈએ. આવુ શક્ય ન હોય તો પશ્ચિમ દિશા બાજુ માથુ કરીને સૂવો. આવુ કરીને સૂવાથી વિવિધ બીમારીઓથી બચી શકશો.

- જમતી વખતે મોઢુ પૂર્વ દિશામા હોવુ જોઈએ. આવી રીતે જમવાથી પૂર્ણ શક્તિ મળે છે અને વાસ્તુદોષ નાશ પામે છે.