શુક્રવાર, 29 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : ગુરુવાર, 11 ડિસેમ્બર 2014 (17:57 IST)

વાસ્તુશાસ્ત્ર - આ ટોટકા અપનાવો અને સમસ્યાનું સમાધાન મેળવો

મનુષ્ય જીવનમાં નાની મોટી સમસ્ય ઓ આવતી રહે છે. કેટલીક સમસ્યાઓનુ સમાધાન આપણા હાથમાં હોય છે પણ કેટલીક સમસ્યાઓ એવી છે જેને લઈને આપણે કશુ કરી શકતા નથી. પણ હાથ પર હાથ ધરીને બેસી રહેવુ એ પણ મૂર્ખતા છે.  વાસ્તુશાસ્ત્રમાં મનુષ્ય જીવનની આવી જ કેટલીક સમસ્યાઓનુ સમાધાન આપવામાં આવ્યુ છે. તો આવો આજે આપણે આવી જ કેટલીક સમસ્યાઓના સમાધાન વિશે જાણીએ..
1. વેપારની પ્રગતિ માટે લક્ષ્મી, ગણેશ, કુબેર, સ્વસ્તિક, ઓમ, મીન અને શુભ સાઇન(માંગલિક ચિહ્ન) ઘર, દુકાન, ઓફિસના મુખ્યદ્વાર પર સ્થાપિત કરો. 
 
2. દુકાનની શુભ્રતા વધારવા માટે પ્રવેશદ્વ્રારના બન્ને તરફ ગણપતિની મૂર્તિ કે સ્ટીકર લગાવો. એક ગણપતિની દૃષ્ટી દુકાન પર અને બીજા ગણપતિની બહારની તરફ. 
 
3. જો દુકાનમાં ચોરી થતી હોય તો કે  આગ લાગતી હોય તો ભૌમ યંત્રની સ્થાપના કરો. આ યંત્ર  ઉત્તરપૂર્વ ખૂણો અથવા પૂર્વ દિશામાં જમીનની નીચે બે પગ ઊંડો ખાડો ખોદીને સ્થાપિત કરો. 
 
4. જો પ્લાટ ખરીદીને  લાંબો સમય થઈ ગયો હોય પણ દુકાન કે ઘર ન બની રહ્યુ હોય તો તે પ્લાટમાં દાડમના છોડ  પુષ્ય નક્ષત્રમાં લગાવી દો.  
 
5.ફેક્ટરી કારખાનાના ઉદ્દઘાટન વખતે ચાંદીના સાપ પૂર્વ દિશામાં જમીનમાં સ્થાપિત કરો. 
 
6. નોકરીમાં બદલી (જોબ પોસ્ટિંગ્સ) અથવા સ્થળાંતર સંબંધિત સમસ્યા હોય તો તાંબાના લોટામાં લાલ મરચાંના બીયણ નાખી સૂર્યદેવને અર્ધ્ય આપો. આ ઉપાય 21 દિવસ સુધી કરવા.