ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વાસ્તુશાસ્ત્રમાં સૂર્યકિરણનું મહત્વ

P.R


સૂર્યકિરણનું માનવજીવનમાં અસાધારણ મહત્વ છે. તેના કારણે વાસ્તૂશાસ્ત્રમાં સૂર્યકિરણનું મહત્વ બતાડવામાં આવ્યુ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પાણીની ટાંકી પુર્વ કે ઉત્તર દિશામાં વિશેષ કરીને ઈશાન ખૂણામા ખોદવી સૌથી ઉત્તમ ગણાય છે. કારણ કે આવુ કરવાથી સૂર્યના કિરણો પાણીના તળિયા સુધી પહોંચે છે અને જીવજંતુઓનો નાશ કરીને પાણી સ્વચ્છ કરીને ઉર્જાનું પરાવર્તન કરે છે.

ઘણા વર્ષો પહેલા શાસ્ત્રજ્ઞાનીઓએ સૂર્યના કિરણોમાંથી મળનારી ઉષ્ણતા અને તેના રંગો વિશે અભ્યાસ કર્યો,પણ આપણા ઋષિમુનીઓએ કોઈપણ ઉપકરણનો ઉપયોગ કર્યા સિવાય સૂર્યનો રંગ, ઉર્જા અને તેની ઉષણતાની શોધ તો કરી ઉપરાંત પ્રકૃતિ મુજબ તેના નામ પણ મુક્યા.

જયંત, પર્જયન્ત, આદિત્ય, ભુજ, સત્ય, મહેન્દ્ર, અગ્નિ આ નામ એટલે આપણા સપ્તરંગના સાત રંગો. ઝાડ પ્રાણવાયુનું નિર્માણ કરવા ઉપરાંત અનાજ પણ તૈયાર કરે છે પરંતુ વનસ્પતિમાં રહેતા લીલા દ્રવ્યો સૂર્યપ્રકાશની મદદથી ખુદને માટે અનાજ તૈયાર કરે છે.