મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વેપાર શરૂ કરતા પહેલા આટલુ ધ્યાન રાખો

satmeet
- વેપાર માટે જમીનની પસંદગી ખુબ જ સાવધાની પુર્વક કરો. આને માટે દિશાનું મહત્વ ખુબ જ છે તેથી દિશા પર ખાસ ધ્યાન આપો.

- જો વ્યવસાયનું સ્થળ પુર્વમુખી હોય તો તે સર્વશ્રેષ્ઠ કહેવાય છે. આવી જમીન પર વ્યાપાર કરવાથી વ્યાપારીને વ્યવસાયમાં સફળતા મળે છે. બજારમાં વ્યાપારની પ્રતિષ્ઠા વધે છે.

- પુર્વમુખી દિશાને ઉદયમાન દિશા માનવામાં આવે છે. સુર્ય પુર્વમાં ઉદય થાય છે અને અસ્ત થતા સુધી પોતાની ગતિ જાળવી રાખે છે તેથી પુર્વમુખી દિશાને પ્રતિભાવાન તેમજ શૌર્ય દિશા પણ કહેવામાં આવે છે.

- જો તમારી ઓફીસ એવી જગ્યાએ હોય જેની દિશા પશ્ચિમમુખી હોય તો તમારે વ્યવસાયમાં ચડાવ ઉતારની સ્થિતિથી ચાલુ જ રહે છે. વાસ્તુને આધારે આ દિશાને આમ તો શુભ માનવામાં આવે છે પરંતુ વ્યવસાયને મુદ્દે આને શુભ માનવી સારી નથી.

- જો જમીન ઉત્તરમુખી હોય તો સમજો કે તે સર્વશ્રેષ્ઠ છે. વાસ્તુમાં પુર્વમુખી જમીન પછી ઉત્તરમુખી જમીનને ઉત્તમ માનવામાં આવી છે. આવી જમીન પર સ્થાપિત કાર્યાલય અને વ્યાપારિક પ્રતિષ્ઠાન સમૃદ્ધશાળી હશે. વ્યવસાય ફળે છે. ઝડપથી તમારૂ નામ પણ થાય છે. યશમાં વૃદ્ધિ થશે. વ્યાપારી ઝડપથી અમીર બની જાય છે.

satmeet
- જો તમારૂ કાર્યાલય દક્ષિણ દિશામાં હોય તો, ઝડપથી કાર્યાલયની દિશા બદલી દો. નહીતર પોતાની જમા પુંજીથી પણ હાથ ધોવા પડશે. એવું માનમાવાં આવે છે વ્યાપારી હંમેશા દેવાદાર રહે છે. તે પૈસા કમાવવા માટેના જેટલા પ્રયત્નો કરે છે તેટલુ તેને નુકશાન થાય છે. આવી વ્યક્તિ સુખી પણ નથી રહેતી. તેનું દામ્પત્ય જીવન પણ કટુતા ભરેલુ રહે છે. એવું પણ બની શકે છે કે વ્યાપારી આત્મહત્યા કરવા જેવા પગલાં પણ ભરી લે.

- જો તમે જમીન પર પોતાનું પ્રતિષ્ઠાન સ્થાપિત કરી રહ્યાં હોય તો વાસ્તુના પ્રમાણે ઓફીસ બનાવો. મુખ્ય દ્વાર પુર્વમાં રાખો અને પશ્ચિમથી પુર્વ તરફ અને દક્ષિણથી ઉત્તરની તરફ તળિયાનો ઢાળ રાખો.