ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. વાસ્તુ
  4. »
  5. વાસ્તુ સલાહ
Written By વેબ દુનિયા|

વ્યાપાર માટેની યોગ્ય દિશા

N.D
- વ્યાપાર કેન્દ્ર માટેની જમીન ઉત્તર અને પુર્વની દિશાએથી દક્ષિણ અને પશ્ચિમની અપેક્ષાએ વધારે ખુલ્લી હોવી જોઈએ.

- વ્યાપાર કેન્દ્રમાં આવેલ દુકાનોના મુખ જો ઉત્તર-પુર્વ તરફ હોય, યો વિશેષ રૂપથી લાભકારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઉત્તર-પુર્વની તરફ ઉન્મુખ દુકાનો વાયુના હિસાબે ધન વર્ષા કરે છે. દુકાન શરૂ થયાના થોડાક સમયમાં તે સારી એવી ચાલે છે.

- દુકાનમાં જળ સંસાધન હંમેશા ઉત્તર-પુર્વ ખુણામાં જ હોવા જોઈએ.

- જો કોઈ બિલ્ડિંગની અંદર એક જ લાઈનમાં ઘણી બધી દુકાનો બનેલી હોય તો તેમાં સૌથી સારી દુકાનની પસંદગી કરતાં પહેલા કોઈ વાસ્તુશાસ્ત્રીની સલાહ અવશ્ય લેવી. એક જ લાઈનમાં બનેલી દુકાનો અમુક લોકો માટે શુભ હોય છે, તો અમુક માટે અશુભ. પછી ભલે ને તે વાસ્તુને અનુસાર જ તૈયાર કેમ ન કરી હોય.

- શો કેસ હંમેશા દક્ષિણ અને પશ્ચિમ તરફ હોવો જોઈએ.

- દુકાનનો સ્ટોક પશ્ચિમ દિશામાં મુકવો.

- દુકાનનો ઉત્તર-પુર્વ ખુણો હંમેશા ખુલ્લો રાખવો, કેમકે અહીંયા સકારાત્મક ઉર્જા નિવાસ કરે છે જે ત્યાં આજુબાજુના વાતાવરણમાં ફરી રહેલા વિધ્નોનો નાશ કરે છે. ધ્યાન રાખવું કે આ ખુણામાં કોઈ પણ વિકાસનું કાર્ય ન થાય અને કોઈ માલ સામાન પણ ન મુકવો. પછી ભલે ને તે ગમે તેટલુ જરૂરી હોય.