ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 9 ઑગસ્ટ 2014 (16:46 IST)

શુ આપ જાણો છો ઘરને ખરાબ નજરથી બચાવવા દુનિયામાં લોકો શુ ઉપાયો કરે છે

પ્રાચીન સમયથી આખા વિશ્વમાં ઘરની બહાર માંગલિક ચિન્હ બનાવવાની પરંપરા રહી છે. પુરાર્વત્તાઓ દ્વારા કરાતી ખોદકામ દરમિયાન અનેક સભ્યતાઓમાં આવા અવશેષ મળે છે. જેનાથી એ જાણ થાય છે કે આજથી અઢી-ત્રણ હજાર વર્ષ પહેલા પણ લોકો પોતાના ઘરની અંદર અને ખાસ કરીને ઘરની બહાર અનેક પ્રકારના પ્રતીક ચિન્હ બનાવતા હતા. 
 
અત્યાર સુધી જ્ઞાત લગભગ બધી સભ્યતાઓમાં આ ચિન્હોને બનાવતી વખતે ખાસ રંગોનોજ પ્રયોગ કરવામાં આવે છે. રંગોમાં સૌથી વધુ લાલ રંગનો ઉપયોગ કરવામાં આવે છે અને પછી પીળા અને સફેદ રંગનો. પરંતુ ક્યાય પણ કાળા કે સ્લેટી રંગનો પ્રયોગ નથી કરવામાં આવતો. કારણ કે આ બંને રંગ શુભ નથી માનવામાં આવતા.  આજે પણ ભારત સહિત વિશ્વના લગભગ બધા દેશોમાં ઘરની બહારના ભાગ અને મુખ્ય દ્વાર પર માંગલિક ચિન્હોને બનાવવામાં આવે છે. ભારતમાં ૐ, સ્વસ્તિક મંગળકળશ, પંચાગલક હાથ, હાથના છાપા, લાભ શુભ, કમળ, શ્રી અને 786 વગેરેનો પ્રયોગ કરવામાં આવે છે. તેમા ૐ અને સ્વસ્તિક સૌથી વધુ બનાવાય છે. 
 
આ માંગલિક ચિન્હ સુખ-સમૃદ્ધિના સૂચક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે તેમના ઘરના મુખ્ય દ્વાર પર બનાવવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. જેનાથી ઘરની સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. અનેક સ્થાન લાલ રંગ ન મળતા કેસર કે હળદરનો પણ પ્રયોગ કરવામાં આવે છે.  
 
ભારતીય પરંપરામાં લાલ રંગ જીવનના વિકાસનો શુભ રંગ છે. લાલ રંગની મહત્વતા તેથી પણ અનેક ગણી વધી જાય છે. કારણ કે મંગળ ગ્રહનો રંગ પણ લાલ જ છે. ખુશીના પ્રસંગ પર મંગલાચરણ પણ ગાવામાં આવે છે. ઘરની આગળ અશોક કે કેરીના પાનનું તોરણ દ્વાર લગાવવા પણ શુભ માનવામાં આવે છે. ભારતમાં લોકો દરવાજાની આગળ અને સ્વાસ્તિકનુ ચિન્હ બનાવે છે. 
 
સ્વાસ્તિક ભગવાન વિષ્ણુનુ પ્રતિક છે તો શ્રી મા લક્ષ્મીનું પ્રતિક છે. સાથે જ ઘરના મુખ્ય દ્વારના મધ્ય શ્રી ગણેશને વિરાજીત કરી તેમની આસપાસ તેમની પત્નીઓના નામ રિદ્ધિ અને સિદ્ધિ લખવાની પણ પરંપરા છે. જેનાથી ઘરમાં જ્ઞાન અને ઘનની કમી નથી રહેતી. 
 
આ જ રીતે મકાનના મુખ્ય દ્વારની સામે મંગળ કળશની આકૃતિ પણ બનાવવામાં આવે છે. યુરોપમાં દરવાજા પર ફુલોનો ગુલદસ્તો લગાવવામાં આવે છે. અનેક ઘરોમાં ક્રોસ લગાવવામાં આવે છે. પૂર્વ એશિયા ચીન, હોગકોંગ મલેશિયા સિંગાપુર વગેરે દેશોમાં પાકુઆ લગાવવામાં આવે છે. જેને યેન અને યાંગની આકૃતિ બનેલ હોય છે. અહીના લોકો પાકુઆ ઉપરાંત મીરર અને વિંડ ચાઈમ પણ લગાવે છે. 
 
ચીનમાં પણ લાલ રંગનો પ્રયોગ ખૂબ વધુ કરવામાં આવે છે. ચીની લોકો વિશ્વમાં જ્યા પણ રહે છે એ ક્ષેત્ર તેમના લાલ રંગના વધુ ઉપયોગને કારણે જુદુ જ દેખાય આવે છે. ચીનમાં ડ્રેગનના ચિન્હને અતિશુભ માને છે. તિબ્બતના લોકો વિવિધ રંગોના ધ્વજ લગાવે છે. વિશ્વના અનેક દેશોમાં ખાસ કરીને ભારતમાં જોડિયા મીન(માછલી) બનાવવાની પરંપરા છે. 

પૌરાણિક માન્યતા મુજબ વિષ્ણુ ભગવાનનો પ્રથમ અવતાર મત્સ્ય જ છે. એવુ કહેવાય છેકે યાત્રા પહેલા કે કોઈ શુભ કાર્યમાં જતા પહેલા આ ચિન્હને જોઈ લેવામાં આવે તો કાર્યમાં ચોક્કસ જ સફળતા પ્રાપ્ત થાય છે. ફેંગશુઈમાં ફિશ એક્વેરિયમને ખૂબ મહત્વ આપવામાં આવે છે. એવુ કહેવાય છે કે ઘરમાં ફિશ એક્વેરિયમ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 
 
- ઘરના મુખ્ય દ્વાર પર માંગલિક ચિન્હોને લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરતી. તેનાથી ઘરને ખરાબ નજર પણ નથી લાગતી અને ઘરની આજુબાજુ નકારાત્મક ઉર્જા પણ નષ્ટ થાય છે. તેથી માંગલિક ચિન્હોની પરંપરાઓનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. સાથે જ મુખ્ય દ્વાર પર બનેલ માંગલિક ચિન્હોને જોઈને દરેક વ્યક્તિનુ મન પ્રફુલ્લિત થઈ જાય છે. પ્રસન્નાતા અને આસ્થાથી ભરપૂર વ્યક્તિ ઉત્સાહિત થઈને વધુ કામ કરે છે અને જીવનમાં સફળતા મેળવે છે. ધ્યાન રહે મહત્વપુર્ણ વાસ્તુદોષ થતા માંગલિક ચિન્હોથી કોઈ લાભ થતો નથી.