શનિવાર, 20 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Modified: શનિવાર, 14 મે 2016 (12:48 IST)

સુખ શાંતિ માટે વોશરુમનું શું ઘ્યાન રાખશો

સામાન્યરીતે જે સ્થળે પાણી રહેતું હોય તે સ્થળ અનેક રીતે મહત્વ ધરાવતું હોય છે. રસોડા ઉપરાંત વોશરૂમ પણ એવી જ્ગ્યા છે કે જ્યાં પાણીનો ફ્લો રહે છે. વોશરૂમ ઘર વાસ્તુમાં અતિ પ્રભાવશાળી જગ્યા છે. જો તે યોગ્ય રીતે બાંધવામાં ન આવે તો નકારાત્મક શક્તિઓનો વાસ થઈ જાય છે. વોશરૂમ વાસ્તુ ટિપ્સ પ્રમાણે કેવો હોવો જોઈએ તે જાણવા જાણો આ 7 ટિપ્સ.
– વોશરૂમનો દરવાજો હંમોશા બંધ રાખો.
– વોશરૂમમાં વેન્ટિલેશન બેહદ જરૂરી છે.
– ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે વોશરૂમમાં વાદળી રંગની ડોલ, ટબ, અને મગનો ઉપયોગ કરો. ડોલ અને ટબને હંમેશા પાણીથી ભરીને રાખો.
– વોશરૂમમાં અરીસાને દરવાજાની સામે ક્યારેયના લગાવશો. આવું કરવાથી નકારાત્મક ઊર્જા આખા ઘરમાં ફેલાય છે.
– નળને ખુલ્લો છોડી દેવો કે પાણીનો દુરુપયોગ કરવો ઘરમાં ધન અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનું સર્જન કરે છે.
– ઘર સાફ અને સુંદર હોય તો લક્ષ્‍મી હંમેશા નિવાસ કરે છે. વાસ્તુશાસ્ત્રી કહે છે કે રસોડા અને વોશરૂમને હંમેશા માટે સાફ રાખવા જોઇએ કારણ કે અહિંયાથી જ ઘરમાં સકારાત્મક કે નકારાત્મક ઊર્જા પ્રવાહીત થાય છે. બાથરૂમમાં મુકેલો સામાન સારી રીતે મુકેલો હોવો જોઇએ.
– હંમેશા થોડુ મીઠુ વોશરૂમમાં રાખો. આવું કરવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ બની રહે છે.
– ઘરમાં ટપક્તા નળથી ઘણાંબધા દોષ ઉદભવે છે, જેવા કે વાસ્તુદોષ, વધારાનાં ખર્ચા, પૈસા ભેગા ન થવા, આર્થિક નુક્સાન વગેરે માટે ધ્યાન રાખવું કે નળથી પાણી ના ક્યારેય ટપકે.