ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાયબ્રંટ ગુજરાત 2015
Written By
Last Modified: સોમવાર, 24 નવેમ્બર 2014 (12:57 IST)

અમદાવાદના રિવરફ્રન્ટ પર ફલાવર શો ૨૦૧૫નું આયોજન

જાન્યુઆરીમાં યોજાનારા વિશ્ર્વ પ્રવાસી દિવસનના અનુસંધાને ૭મી જાન્યુઆરીથી ૧૩મી જાન્યુઆરી ૨૦૧૫ના અમદાવાદના રિવરફ્રન્ટ પર એનઆઈડીની પાછળ ફલાવર શો ૨૦૧૫નું આયોજન કરવામાં આવશે, જેમાં ૭૫૦થી વધુ પ્રકારનાં પુષ્પો રજૂ કરવામાં આવશે. ૨૨થી વધુ નર્સરીઓ જોડાશે.

ફૂલોમાં કાશ્મીરી તુલીપ અને કેસરનો જોટો જડે તેમ નથી. આ વખતે ફલાવર શોમાં ખાસ વિવિધ પ્રકારના કાશ્મીરી તુલીપ અને કેસરનાં ફૂલોની અનેક જાતો આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

રાજયની અને મહારાષ્ટ્રની ૨૨થી વધુ નર્સરીઓ આ શોમાં ભાગ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં ૨૫ સ્ટોલના બુકિંગ તો થઈ ચૂક્યા છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે વર્લ્ડ ટૂરિસ્ટ ડે નિમિત્તે વિદેશી ભારતીયો ખૂબ મોટી સંખ્યામાં ભારત આવે છે અને ગુજરાતના જોવાલાયક, માણવાલાયક સ્થળો સાથે અમદાવાદની મુલાકાત અચૂક લે છે. એ વિદેશી ભારતીય આ ફલાવર શોની મહેક માણી શકશે. ૭મી જાન્યુઆરીથી ૧૩મી સુધી આ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. આ શોની પ્રવેશ ફી રાખવામાં નહીં આવે પણ પાર્કીંગના ૫થી ૧૦ રૂ. નો ચાર્જ વસૂલવામાં આવશે.