2 ઈંચનું અનોખું CPU બનાવનાર યુવાને સરકાર સાથે કર્યાં 13 કરોડના MoU

ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (16:06 IST)

Widgets Magazine
vibrant gujarat


વાઈબ્રન્ટ ગુજરાતમાં યુવાનોની એક ટીમે સથે કર્યા છે. આ યુવાનોની ટીમે બે ઈંચનું અનોખું CPU બનાવ્યું છે. સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને મેક ઈન ઈન્ડિયાના સ્વપ્નને સાકાર કરતી ટીમનો લીડર ગાંધીનગરનો પ્રતિક પરમાર છે. આ સીપીયુનું અત્યારે ગાંધીનગર-અમદાવાદ હાઈવે પર આવેલી કમ્પ્યુટર ના હોય એવી ગર્વમેન્ટ સ્કુલમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. એ માટે 60 કમ્પ્યુટર આપવામાં આવ્યા છે. આની કિંમત રૂ. 400થી લઈને રૂ.15,000 હજાર સુધીની છે. crear electronicsના સ્થાપક પ્રતિક પરમારે વેબદુનિયા સાથેની વાતચીત જણાવ્યું હતું કે, જ્યારે હું અમેરિકાના સિલિકોન વેલી ફરવા માટે ગયો હતો ત્યારે મને એક આઈડિયા આવ્યો હતો તે દરમિયાન મેં વિચાર્યું હતું કે અત્યારે જે કમ્પ્યુટર આવે છે તેની સાઈઝ બહુ મોટી છે જેના કારણે જગ્યા બહુ રોકે છે. ત્યારે મેં વિચાર્યું કે મારે પોકેટ સીપીયુ બનાવવું છે જેના કારણે જગ્યા રોકે નહીં. જે આજે અમે પાંચ મિત્રોએ સાથે મળીને ચાર અલગ-અલગ પ્રકારના પોકેટ સીપીયુ બનાવ્યા. જેની કિંમત 4000થી લઈને 15000 હજાર સુધીની છે. પાંચ મિત્રો સાથે મળીને આ સીપીયુનું અમદાવાદમાં મેનિફેક્ચરિંગ શરૂ કરીશું. જે આગામી માર્ચ મહિનાથી શરૂ કરવામાં આવશે. જેના માટે અમે વાઈબ્રન્ટમાં ગુજરાત સરકાર સાથે 13 કરોડના એમઓયુ કર્યાં હતાં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે 11 લેયર સુધી પીસી બનાવવાના છીએ. સાથે સાથે બધી પ્રોડક્ટ ઈન હાઉસ જ ખરીદી કરવાના છીએ. અમારી કંપનીમાં 150 લોકોને રોજગારી આપવામાં આવશે જે તમામ ગુજરાતી જ હશે. અત્યારે કમ્પ્યુટર બની ગયા છે જેનું હાલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. પ્રતિકે વધુમાં જણાવ્યું હતું કે, અમને આઈડિયા આવ્યો એટલે અમે ‘મેક ઈન ઈન્ડિયા’માં આ પ્રોજેક્ટ મોકલ્યો હતો. જેમાં અમારો બીજો નંબર આવ્યો હતો. જેના માટે અમને બુધવારે વાઈબ્રન્ટ ગુજરાતમાં વિનર પ્રાઈઝ આપવામાં આવી હતી. ત્યાર બાદ અમે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. 

શું છે  કમ્પ્યુટરમાં?
 
- 1.8 GHz A83 Octacore Processor
- 128/64/32/16 GB Flash Storage
- 2 GB / 1GB DDR3
- 1x1 GBps Ethernet
- 2.4G, 80211 G/N
- 3.5mm Audio Out
- 72mm x 52mm x 20mm
- 42 g waitWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાઈબ્રન્ટ ગુજરાત સરકાર ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર 13 કરોડના Mou Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

રાજકોટમાં બુલેટટ્રેનનું કન્ટેનર યાર્ડ બનશે, વાઈબ્રન્ટમાં 67,000 Crના MoU થયાં

વાઇબ્રન્ટ ગુજરાતના સેમિનારમાં વિજય રૂપાણીએ કહ્યું હતું કે હાઇ સ્પીડ બુલેટ ટ્રેનના કેટલાક ...

news

રાજકોટમાં ડબલ એન્કાઉન્ટર: PI - PSI સહિત 5 પોલીસ કર્મીની ધરપકડ

રાજકોટના નામચીન શક્તિ ઉર્ફે પેંડો અને ધ્રાંગધ્રાના પટેલ યુવાન પ્રકાશ લુણાગરીયાની હત્યાના ...

news

BJPએ પંજાબમાં 17 અને ગોવામાં 29 કૈડિડેટ્સનું એલાન કર્યુ-વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીની પ્રથમ લિસ્ટ રજુ

બીજેપીએ પંજાબ અને ગોવા અસેંબલી ઈલેક્શન માટે કૈડિડેટ્સની પ્રથમ લિસ્ટ રજુ કરી. બંને ...

news

26 જાન્યુઆરી પહેલા આતંકવાદીઓ દેશમાં રચી રહ્યા છે ષડયંત્ર, સમગ્ર દેશમાં એલર્ટ

ગણતંત્ર દિવસ પહેલા દેશમાં આતંકી હુમલાનુ ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. દેશના એયરપોર્ટને ...

Widgets Magazine