એક સપ્તાહમાં જમીન નહીં મળે તો વાઈબ્રન્ટનો વિરોધ કરાશે - જિજ્ઞેશ મેવાણી

મંગળવાર, 3 જાન્યુઆરી 2017 (13:37 IST)

Widgets Magazine
jignesh mevani


રાજ્ય સરકાર દ્વારા યોજીને ગ્લોબલ અને વિદેશી કંપનીઓને પાણીના ભાવે સેંકડો એકર જમીન ફાળવવામાં આવે છે, પણ દલિતોને જમીન અપાતી નથી તેવો આક્રોશ દલિત અધિકાર મંચે વ્યક્ત કર્યો હતો. દલિત અધિકાર મંચે ધંધૂકાની 500 એકર જમીન ફાળવવાની માગણી કરી હતી. આ સાથે તેમણે દલિતો, આદિવાસી, ઓબીસીને સાત દિવસમાં તેને ફાળવાયેલી જમીનનો કબજો નહીં અપાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને રોકાશે ઉપરાંત વાઈબ્રન્ટ સમારોહમાં ઘૂસી ઉગ્ર વિરોધ કરાશે તેવી ચીમકી દલિત અધિકાર મંચે વ્યક્ત કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે વિશ્વભરની કંપનીઓને ઘરઆંગણે બોલાવીને જમીન આપવામાં આવે છે, જ્યારે વર્ષોથી ફાળવાયેલી જમીનો પર કબજો દલિતો, આદિવાસીઓ અને ઓબીસીને ફાળવવામાં આવતો નથી. પરિણામે ગુજરાતી કહેવત ‘ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો’ જેવી સ્થિતિ થઇ છે. ધંધૂકા તાલુકા અને વિસ્તારના ખરડ, પાંચી, મહાદેવપુરા, બાવલીયારી, બુરાનપુર, રામપરા, રાયકા, અડવાળ, અવળ, સાંગણપુર, કુંડળ, ચોકડી, કાજીપુર, ગોગલા, ફેદરા, ચેર, મોટા ત્રાડિયા, કુંડલી, આકરું, અલમપુર, નાવડા, રેફડાની જમીન ધંધૂકા તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સહકારી મંડળીને ફાળવવામાં આવી છે. આમ છતાં આજદિન સુધી જમીન ફાળવણીના હુકમમાં જમીન સહકારી મંડળીના નામે થઇ નથી. જમીનનો કબજો પણ મળતો નથી. વાસ્તવમાં આવી જમીન પર કબજો ધરાવતા મૂળ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વાઈબ્રન્ટ જિજ્ઞેશ મેવાણી વાઈબ્રન્ટનો વિરોધ ગુજરાત સમિટ ગુજરાત ન્યુઝ સમાચાર ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Gujarati Website Gujarat News Gujarat Samachar Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarati Webdunia Rajkot News Gujarati News Live News In Gujarati Gujarati Headline Today Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News.

Loading comments ...

ગુજરાત સમાચાર

news

સાણંદના ઉદ્યોગપતિઓ વાઈબ્રન્ટમાં રોકાણના કરાર નહીં કરે

આગામી ૧૦મી જાન્યુઆરીથી ગુજરાત સરકાર વાઈબ્રન્ટ સમિટનો તાયફો કરવા જઈ રહી છે અને ...

news

બહાદૂર ગુજજુ ગર્લ, ધંધુકામાં ૧૧ વર્ષની બાળાએ ૨ વર્ષની બાળકીને પાણીના ટાંકામાંથી ડૂબતી બચાવી

ધંધુકામાં ૧૧ વર્ષની બાળાએ ૨ વર્ષની બાળકીને પાણીના ટાંકામાંથી ડૂબતી બચાવી હતી. મળતી માહિતી ...

news

5 રાજ્યોમાં ચૂંટણીને લઈને ECની મુખ્ય બેઠક આજે

કેન્દ્રીય ચૂંટણી આયોગ પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવાના ...

news

Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

દેશના તમામ વિસ્તારોમાં હજુ પણ નોટબંધીની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન લોકો એટીએમ ઉપયોગ ...

Widgets Magazine