Widgets Magazine
Widgets Magazine

ગુજરાત ભારતના બિઝનેસ સ્પિરીટને રજૂ કરે છે - વાઈબ્રન્ટ સમિટમાં બોલ્યા મોદી

મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (07:50 IST)

Widgets Magazine
modi in vibrant guj


 ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશવિદેશના અનેક મહેમાનોની ઉપસ્થિતીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વાઈબ્રન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે  તથા જામનગર નેવીએ વૈષ્ણવજનની ધૂન વગાડીને નરેન્દ્ર મોદી અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ ગુજરાતની અસ્મિતાનો પરિચય કરાવ્યો હતો. ત્યાર બાદ વાઈબ્રન્ટ ગુજરાત અંગેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવ્યાં હતાં. 
 
તે ઉપરાંત મુખ્યપ્રધાન તરીકે મોદીએ ગુજરાતના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરાયું હતું.   મોદીએ વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ઘાટન બાદ પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતી વાક્યોથી કરી હતી.  ગ્લોબલ સીઈઓ કોન્ક્લેવમાં તેમણે ”ભલે પધારો” કહીને સંબોધનની શરૂઆત કરી હતી. કોન્ક્લેવની શરૂઆતમાં પીએમ મોદીએ સમિટ ઓફ સક્સેસ બૂકનું વિમોચન કર્યું. ગુજરાત એ ઓફ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવોની જમીન છે. તે પોતાના બિઝનેસ સ્પીરીટ માટે પણ જાણીતું છે. તેમણે શરૂઆતમાં વાઈબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર કન્ટ્રી બનનાર દેશોનો આભાર માન્ય હતો. જેમાં ખાસ કરીને કેનેડા અને જાપાનનો ખાસ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, તમારા સપોર્ટ વગર આઠમી સમિટ ગત સમિટ કરતા વધુ સારી બની શકી ન હોત. ગત સમિટ કરતા હાલની સમિટ સૌથી મોટી છે. જેને કારણે તે સાચા અર્થમાં ગ્લોબલ ઈવેન્ટ બની રહી છે. 
 
ગુજરાતીઓ જ્યા જ્યા ગયા, ત્યાં ત્યાં તેમણે નાનુ ગુજરાત વસાવ્યું. એટલે જ કહેવાય છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. મેક ઈન ઈન્ડિયા વિશે તેમણે કહ્યું કે, હું જે પણ દેશોમાં ગયો ત્યા મેક ઈન ઈન્ડિયા બોલુ છું. હું પાંચ વાર મેઈક ઈન ઈન્ડિયા બોલુ તો, હોસ્ટ કન્ટ્રી પચાસ વાર મેક ઈન્ડિયા બોલે છે.  આજે વિશ્વમાં ભારત છઠ્ઠો સૌથી મોટો મેન્યુફેક્ચરિંગ દેશ બન્યો છે. મોદીએ 'ભલે પધારો' કહીને તમામ મહેમાનોનું અભિવાદન કર્યું હતું. તેમણે વાઇબ્રન્ટના પ્રારંભથી સાથ આપનાર જાપાન-કેનેડાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, 2003થી વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ કરાવી હતી, ત્યારથી ખૂબ જ સફળ રહ્યો છે. તેમણે વિદેશી મૂડી રોકાણ અંગે કહ્યું હતું કે હું એફડીઆઈ અંગે ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું. આજે ભારત દેશ ગીગાવોટના સપના જોઈ રહ્યો છે. ક્લાઈમેટ ચેન્જ અંગે મોદીએ જણાવ્યું કે  દુનિયાને ગ્લોબલ વોર્મિંગને બચાવવાની ચિંતા અમને પણ છે. અમે દુનિયાને ગ્લોબલ વોર્મિંગથી બચાવવા માટે નંબર 1ની ભૂમિકા ભજવવા આગળ વધી રહ્યાં છે. અમારા યુવાનો માત્ર નોકરી જ નથી શોધતાં રિસ્ક લઇને ઘંઘો કરે છે એમ જણાવીને તેમણે આર્થિક વિકાસમાં ભારત ત્રીજા નંબરે હોવાનો દાવો કર્યો હતો. તેમણે 3Dના સુત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે 3Dનો મતલબ  ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડીમાન્ડએ ભારતની તાકાત છે. ભારત દુનિયાનો બીજો દેશ છે, જ્યાં સૌથી વધુ અંગ્રેજી બોલાય છે. આ દેશે દુનિયાના બીજા સૌથી વધુ વૈજ્ઞાનિક અને એન્જિનિયર આપ્યા છે. એકતા આપણી સંસ્કૃતિની નિશાની છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

મનીષ સિસોદીયા બોલ્યા - પંજાબના લોકો એવુ સમજીને વોટ આપે કે કેજરીવાલ જ બનશે CM

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી સરકાર બનાવવામાં સફળ થઈ જાય છે તો પછી મુખ્યમંત્રી કોણ હશે. ...

news

વાઈબ્રન્ટની આજની અપડેટ- જુઓ મોદી પર વારી ગયેલા ઉદ્યોગપતિઓ શું બોલ્યા

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશવિદેશના અનેક ...

news

વાઈબ્રન્ટ ગુજરાત સમીટ live - અદાણી ગ્રુપની કર્મભૂમિ છે ગુજરાત, ગુજરાત ભારતનું નંબર 1 રાજ્ય - અદાણી

- પીએમ મોદીના હસ્તે કરાશે વાઈબ્રન્ટ ગુજરાતનું ઉદ્દઘાટન - થોડીજ વારમાં વાઈબ્રન્ટ સમિટ ...

news

મારી પાસે પણ મા છે પણ હું ઢોલ નથી વગાડતો, માતા સાથે મોદીની મુલાકાતના ટ્વીટ પર કેજરીવાલનો પલટવાર

નરેન્દ્ર મોદી મંગળવારે સવારે અચાનક પોતાના માતા હીરાબા ને મળવા તેમના ઘરે પહોંચ્યા. સાથે જ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine