મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. વાઈબ્રન્ટ ગુજરાત 2017
Written By
Last Updated : મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (17:05 IST)

વાઈબ્રન્ટની આજની અપડેટ- જુઓ મોદી પર વારી ગયેલા ઉદ્યોગપતિઓ શું બોલ્યા

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા દેશવિદેશના અનેક મહેમાનોની ઉપસ્થિતીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વાઈબ્રન્ટના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા ગાયક પાર્થિવ ગોહિલે જય જય ગરવી ગુજરાત  તથા જામનગર નેવીએ વૈષ્ણવજનની ધૂન વગાડીને પીએમ મોદી અને મહેમાનોનું સ્વાગત કર્યું હતું તેમજ ગુજરાતની અસ્મિતાનો પરિચય કરાવ્યો હતો. ત્યાર બાદ વાઈબ્રન્ટ ગુજરાત અંગેનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવ્યાં હતાં. તે ઉપરાંત મુખ્યપ્રધાન તરીકે પીએમ મોદીએ ગુજરાતના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરાયું હતું. 
12 દેશોની ભારત સાથે આ ઈવેન્ટમાં ભાગીદારી 
ગુજરાતમાં આઠમી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ 2017નું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જુદા જુદા દેશના 20 મોટા માથા એટલે કે દેશના વડાપ્રધાન અથવા કેન્દ્ર કક્ષાના પ્રધાનો પોતાના ડેલિગેશન સાથે આ સમિટમાં ભાગ લીધો હતો. 12 દેશો ભારત સાથે આ ઈવેન્ટમાં ભાગીદારી કરી રહ્યા છે જેમાં યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ડેન્માર્ક, ફ્રાન્સ, જાપાન, નેધરલેન્ડ, પોલેન્ડ, સિંગાપોર, સ્વિડન અને યુએઈનો સમાવેશ થાય છે. 10મી જાન્યુઆરીએ વડાપ્રધાન જુદા જુદા દેશના મોટા માથાઓને મળશે ત્યાર બાદ વાઈબ્રન્ટનું ઉદ્ઘાટન કરીને ભારત સહિતની ઘણી બધી કંપનીઓના સીઈઓને મળ્યાં હતાં. 
મોદી કોને કોને મળ્યાં 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમીટ 2017ના ઉદ્ઘાટનમાં સર્બિયાના પ્રેસિડનેટ એલેક્ઝાન્ડરને મળ્યા  મળ્યા હતા.સર્બિયાના વડાપ્રધાન એલેક્ઝાન્ડરે મોદી સાથે બિઝનેશ સિવાય બીજા કયા કયા ક્ષેત્રે રોકાણ કરી શકાય તેમ છે તે અંગે ચર્ચા કરી હતી. એલેક્ઝાન્ડર મોદીને પહેલા નમસ્તે કહીને દોસ્તીનો હાથ લંબાવ્યો હતો.પીએમે રવાન્ડાના પ્રમુખ પોલ કાગમે અને તેમના ડેલીગેશન સાથે ચર્ચા  પણ કરી હતી. એ સિવાય ફોરેન્સિક સાયન્સમાં સહકાર બાબતે વચ્ચે એમઓયુ પણ કરવામાં આવ્યા છે.જાપાનના ઈકોનોમી અને ટ્રેડ તેમજ ઉદ્યોગ મંત્રી સેકો હિરોશીજને મળ્યા હતા.ભારત અને જાપાન વચ્ચે સોથી વધુ એમઓયુ થયા છે. ત્યારે વધુમાં વધુ ઈકોનોમી એક્સચેન્જ અને ઉદ્યોગો તેમજ એ સિવાયના ધંધાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.સ્વીડના પૌઢ શિક્ષણ અને તાલિમ તેમજ અપર સેકન્ડરી શાળાના પ્રધાન એન્ના એક્સ્ટ્રોર્મનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું ભાવભીનું સ્વાગત કર્યુ હતુ.ઈઝરાયેલના કૃષિપ્રધાન ઉરી એરિયલે ભારતને મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈનમાં પૂરો સાથ સહકાર આપવાનું વચન આપ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યુ હતુ.ડેન્માર્કના  એનર્જી યુટીલીટી અને ક્લાઈમેટ પ્રધાન લાર્સ લીલ્લ્હોલ્ટ પણ પોતાના ડેલિગેશન સાથે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવી પહોંચ્યા હતા.ક્લાઈમેટ વિશે પીએમ સાથે મસલત કરી. પલટાતુ હવામાન વૈશ્વિક સમસ્યા છે તે મુદ્દે પણ તેમણે ચર્ચા કરી હતી.ડો રશીદ અહેમદ બિન ફહાદ, કેબિનેટ સભ્ય અને યુએઈ ના સ્ટેટ મીનીસ્ટર પણ પોતાના કાફલા સાથે ગુજરાતમાં ગાંધીનગર આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે યુએઈ અને ભારત વચ્ચે ટાઈ-અપ કરવા અંગે સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાને પણ તેમને મીઠો આવકારો આપી ભારતમાં રોકાણ માટે પ્રોત્સાહન આપ્યુ હતુ.


ગૌતમ અદાણી
સમિટમાં સંબોધન કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટમાં ફેરવાઈ ગઈ છે. અનેક અન્ય રાજ્યોએ વાઈબ્રન્ટ ગુજરાતનું મોડેલ અપનાવ્યું છે અને રોકાણ વધાર્યુ છે. ગુજરાત એ અદાણી ગ્રુપની કર્મભૂમિ છે.
મુકેશ અંબાણી
પહેલા તમે ગુજરાતને બદલ્યુ અને હવે ભારતનો વારો. વિશ્વનો કોઈ નેતા આટલા ટૂંકા ગાળામાં લોકોના માઈન્ડ સેટ બદલી શક્યા નથી. ગુજરાત 2015માં વ્યાપાર ક્ષેત્રે ગુજરાત પ્રથમ નંબરે છે. રિલાયન્સ ગુજરાતી કંપની છે તેનું અમને ગૌરવ છે.ઈતિહાસ પીએમ મોદીને ટ્રાન્સફોર્મ લીડર તરીકે ઓળખશે. પીએમ મોદીએ સ્કિલ ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમોની શરૂઆત કરી. સંપૂર્ણ ગુજરાત દિવાળી પહેલા જીયોનું 4 જી વાપરતુ થશે. પીએમ મોદીએ દેશની તસવીર બદલી
 રતન તાતા  
તાતા ગ્રુપના ચેરમેન રતન તાતાએ સમિટને કર્યું સંબોધન.  હું પણ ગુજરાતી છું અને આપણે પાછા ગુજરાતમાં આવ્યા છીએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ આભાર માન્યો અને વાઈબ્રન્ટ ગુજરાત માટે વખાણ કર્યા હતાં.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેમાનોને સંબોધન કર્યું. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો.તેમણે અંગ્રેજીમાં સંબોઘન કરીને મોદીને કહ્યું હતું કે મોદી તમારા ગુજરાતમાં તમારું સ્વાગત છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં પહેલીવાર ભાગ લેવા બદલ રવાન્ડાના ડેલિગેશનનો આભાર માન્યો હતો. આવનારા તમામ ડેલિગેશનનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, અરુણાચલના સીએમ પેમા ખાંડૂનો પણ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે ભારતીય અર્થતંત્ર માટે વાઈબ્રન્ટ ગુજરાત એ ગૌરવની વાત છે. છેલ્લા 15 વર્ષમાં રોજગારી આપવામાં ગુજરાત આગળ રહી શક્યું છે. ગુજરાતી યુવાનો જોબ સિકરમાંથી જોબ ગિવર બન્યાં. આદિવાસી વિકાસમાં પણ આપણે અગ્રેસર છીએ. વાઈબ્રન્ટ ગુજરાત હવે એક બ્રાન્ડ છે. 
મુખ્યપ્રધાન   વિજયભાઇ રૂપાણી સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૧૭ના પ્રથમ દિવસે ૧૦ જેટલા મહાનુભાવો-ડેલિગેશન્સએ વન-ટુ-વન બેઠકો યોજીને ગુજરાતના વિકાસના વિવિધ ક્ષેત્રોમાં સહભાગી થવાની તત્પરતા દર્શાવી હતી. વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ-ર૦૧૭માં મધ્યવર્તી ‘વિચાર’ ‘કનેકટીંગ ઇન્ડીયા ટુ ધી વર્લ્ડ’ રાખવામાં આવ્યો છે તેને સુસંગત ગુજરાતના વૈશ્વિક વિકાસની પ્રતિબધ્ધતામાં પોતાનું યોગદાન આપવા વિદેશોના આ મહાનુભાવોએ ઉત્સુકતા દાખવીને મુખ્યપ્રધાન સમક્ષ વાયબ્રન્ટ સમિટના આયોજનની સરાહના કરી હતી. વિજયભાઇ રૂપાણીને 9મી જાન્યુઆરીએ બપોર પહેલાં મળેલા મહાનુભાવોમાં અસ્ટ્રાખાનના વાઇસ ગવર્નર  યુત કોનસ્ટેટીન માકર્લોવ, ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના મુખ્યપ્રધાનના ખાસ દૂત બેરી ઓ-ફેરેલ એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેન્કના પ્રેસિડેન્ટ  યુત જિન સિકવન, જાપાનના ઇકોનોમી ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર શ્રીયુત એલકઝાન્ડર તેમજ યુ.એ.ઇ.ના કેબિનેટ મિનિસ્ટરશ્રી રાશીદ અહેમદ, ઇઝરાયલના ગ્રામીણ વિકાસમંત્રી  ઉરી એરિયલનો સમાવેશ થાય છે.  બેઠકમાં મુખ્યપ્રધાનએ સૂચન કર્યું હતું કે ગુજરાત તથા એસ્ટ્રાખાન બન્ને પ્રાંત, તેમની વચ્ચેના લાંબા સમયના સહયોગને કુદરતી સંસાધનોના ઉત્ખનન, ફૂડ પ્રોસેસિંગ, શિપ બિલ્ડિંગ, પોર્ટ આધારિત વિકાસ, પ્રવાસન, શિક્ષણ અને માનવહિતના સંબંધિત ક્ષેત્રોમાં વિસ્તારવા વિચારણા કરી શકે છે. મુખ્યપ્રધાનએ એ વાત પર ભાર મૂક્યો હતો કે એસ્ટ્રાખાન પ્રાંતના મુખ્ય ક્ષેત્રોમાં ઓઇલ એન્ડ ગેસ ઉદ્યોગ, કેમિકલ ઉદ્યોગ, શિપબિલ્ડિંગ એન્ડ રિપેરિંગ, કૃષિ અને પ્રોસેસિંગ ઉદ્યોગો, મશિનરીઝ, ટ્રાન્સપોર્ટ એન્ડ લોજિસ્ટિક્સ, વેપાર, ફૂડ, પ્રવાસનનો સમાવેશ થાય છે. આ પૈકીના અમુક ક્ષેત્રોને “મેક ઇન ઇન્ડિયા” અંતર્ગત લક્ષિત ક્ષેત્ર તરીકે પસંદ કરવામાં આવ્યાં છે અને ગુજરાત આ ક્ષેત્રોમાં અગ્રિમ પંક્તિમાં રહેલા રાજ્યો પૈકીનું એક છે.  એસ્ટ્રાખાન ગુજરાત સાથે એક ભાવનાત્મક જોડાણ સ્થાપી શકે તે માટે વર્ષ ૨૦૦૧માં કરાર થયા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વર્ષ ૨૦૦૬માં આ પ્રાંતની મુલાકાત લીધી હતી. તેની સ્મૃતિ પણ તેમણે તાજી કરી હતી.   આ કરારને વર્ષ ૨૦૧૭ સુધી વિસ્તારવામાં આવ્યો છે અને તેમાં સંસ્કૃતિ, કલા, સાહિત્ય અને ભાષાના અભ્યાસમાં સહયોગ, હાઉસ ગેસ્ટ્સ તરીકે પરિવારોનું આદાનપ્રદાન, આરોગ્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં વિશેષજ્ઞોની આપ-લે તેમજ શેલ્ટર, લેન્ડ યુઝ, પરિવહન અને શહેરી વિકાસમાં તજજ્ઞતાના ક્ષેત્રોને આવરી લેવાયા છે.  અસ્ટ્રાખાનની સ્થાપનાના ૩૦૦ વર્ષની ઉજવણીમાં  મુખ્યપ્રધાનને એસ્ટ્રાખાનની મુલાકાત લેવા તથા આ ભાગીદારીને આગળ ધપાવવા આમંત્રણ પણ પાઠવ્યું હતું. મુખ્યપ્રધાનએ બન્ને પ્રાંત વચ્ચે કૌશલ્ય વિકાસ, કૃષિ વિકાસ અને સ્માર્ટ સિટીઝ સહિતના સહયોગના ક્ષેત્રો ઉપર ભાર મૂક્યો હતો. VGGS ૨૦૧૭માં ઓસ્ટ્રેલિયા પાર્ટનર કન્ટ્રી છે. યુનિવર્સિટી ઓફ વોલનગોન્ગ VGGS ૨૦૧૭માં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સાથે એજ્યુકેશન ક્ષેત્રમાં MoU કરવાની છે. તેમ બેઠકમાં ચર્ચા દરમ્યાન જણાવાયું હતું. ગવર્ન્મેન્ટ ઓફ ક્વીન્સલેન્ડે પણ સિસ્ટર સ્ટેટ રિલેશનશિપમાં રસ દર્શાવ્યો છે. વેસ્ટપેક બેન્કે ગિફ્ટ સિટીમાં રસ દર્શાવ્યો છે. ગ્રિફિથ યુનિવર્સિટીએ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે ભાગીદારી અંગેનો સંકેત આપ્યો છે.  તે વિષયે આ વન-ટુ-વન બેઠકમાં પરામર્શ થયો હતો. 

મોદી 9મી જાન્યુઆરીએ રાતે દૂધ-ખીચડી ખાઇ રોશની જોવા નીકળ્યા
 
 9મી જાન્યુઆરીએ નોબેલ લોરેટ્સનું સાયન્સ સિટી ખાતે સન્માન કર્યા બાદ નરેન્દ્ર મોદી સીધા ગાંધીનગર રાજભવન પહોંચ્યા હતા. અહીં તેમણે દૂધ અને ખીચડી ખાધી હતી. મોદી પોતાની સાથે દિલ્હીથી કૂક લઇને આવ્યા છે, જ્યારે તેમણે રાતે ભારે ભોજન લેવાનું ટાળ્યું હતું. જમ્યા બાદ મોદી ગાંઘીનગરમાં રોશની જોવા નીકળ્યા હતા. 

યોગ છોડીને મોદી હીરાબાને મળ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે અને મોતા હિરાબાને ન મળે ? એવું બને ? 10મી જાન્યુઆરીએ પણ ગુજરાત વાઈબ્રન્ટ સમીટ 2017ના ઉદ્ઘાટનમાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના દૈનિક કાર્યક્રમમાં યોગની જગ્યાએ માતા સાથે બેસીને નાસ્તો કરવાનું યોગ્ય માન્યુ હતુ તેમ ગાંધીનગરના વૃંદાવન બંગ્લોઝમાં માતાને મળવા પહોંચી ગયા હતા.આ અંગેની ટ્વીટ ખુદ વડાપ્રધાને પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર કરી હતી. વડાપ્રધાન મોદી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવા માટે ગાંધીનગરમાં છે. ત્યારે મંગળવારે સવારે માતા હીરાબાને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.બંને માતા-પુત્રએ સાથે બેસીને નાસ્તો કર્યો હતો. ભરચક કાર્યક્રમોની વચ્ચે માતાને મળી શકાય તે માટે મોદીએ યોગા નહોતા કર્યાં.