શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2015
Written By
Last Modified: મેલબર્ન. , મંગળવાર, 18 નવેમ્બર 2014 (15:48 IST)

મોદીએ વર્લ્ડકપ 2015ની ટ્રોફી સાથે સેલ્ફી લીધી

ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહી મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડમાં આઈસીસી વર્લ્ડકપ 2015ની ટ્રોફી સાથે જોવા મળ્યા. તેમની સાથે બંને દેશના દિગ્ગજ ક્રિકેટર અને ઓસ્ટ્રેલિયાઈ પ્રધાનમંત્રી ટોની એબોટ પણ હાજર રહ્યા. 
 
મોદીએ એબોટ સાથે સેલ્ફી લીધી અને પોતાના ટ્વિટર એકાઉંટ પર પોસ્ટ કરી. 
 
વર્લ્ડકપ ટ્રોફીના પ્રદર્શનના આ કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી અને ટોની એબોટ ઉપરાંત ઈંડિયાના સુનીલ ગાવસ્કર કપિલ દેવ અને વીવીએસ લક્ષ્મણ પણ હાજર હતા. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ એલન બોર્ડર. ગ્લેન મૈક્ગ્રાથ, માઈકલ કૈસ્પ્રોવિચ અને ડીન જોંસ પણ પહોંચ્યા. 
મોદીએ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉંડને ગાંધીજીનો ચરખો પણ ભેટમાં આપ્યો. આ ચરખા પર સુનીલ ગાવસ્કર. કપિલ દેવ. વીવીએસ લક્ષ્મણ અને નરેન્દ્ર મોદીના ઓટોગ્રાફવાળા ત્રણ બોલ પણ મુકવામાં આવ્યા છે.