શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Updated :મેલબર્ન. , ગુરુવાર, 19 માર્ચ 2015 (16:52 IST)

વર્લ્ડ કપ - બાંગ્લાદેશને 109 રનથી હરાવી ભારત સેમીફાઈનલમાં

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપના બીજા ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશ ભારત તરફથી આપવામાં આવેલ 303 રનના લક્ષ્યનો પીછો કરી રહ્યુ છે. બાંગ્લાદેશને બે શરૂઆતી ઝટકા લાગી ચુક્યા છે. ઓપનિંગ બેટ્સમેન તમીમ ઈકબાલ અને ઈમરુલ બંને પેવેલિયન ભેગા થઈ ચુક્યા છે. તમીમે 25 બોલમાં 25 રન બનાવ્યા જ્યારે કે ઈમરૂલ 5 રન બનાવીને રન આઉટ થઈ ગયા. ત્યારબાદ બે મેચોમાં સદી જમાનવાનારા મહમૂદુલ્લાહ મેદાન પર ઉતર્યા અને થોડા સારા શોટ લગાવ્યા. પણ 21 રન બનાવીને બાઉંડ્રી પર ઘવનને કેચ પકડાવી બેસ્યા. ત્યારબાદ સૌમ્ય સરકારે બાંગ્લાદેશને પાટા પર લાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ પણ 21 રનના સ્કોર પર શમીનો શિકાર બની ગયા. ધોનીએ ડાબા હાથ વડે તેમનો શ્રેષ્ઠ કેચ લપકી લીધો.  
 
ભારતની બેટિંગ 
 
ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્મા(137)કેરિયરની સાતમી સદી અને સુરેશ રૈના(65) ની ઝડપી હાફ સેંચુરીને કારણે મેલબર્ન ક્રિકેટ મેદાન પર આઈસીસી વિશ્વ કપ - 2015ના ક્વાર્ટર ફાઈનલ હરીફાઈમાં બાંગ્લાદેશ સામે 303 રનના લક્ષ્ય મુક્યુ છે. ટોસ જીતીને પહેલા બેટિંગ કરનારી ભારતીય ટીમે 50 ઓવરમાં છ વિકેટ પર 302 રન બનાવ્યા. રોહિતે એંકરની ભૂમિકા ભજવતા 126 બોલનો સામનો કરી 14 ચોક્કા અને ત્રણ છક્કા લગાવ્યા. વિશ્વ કપમાં રોહિતની આ પ્રથમ સદી છે. 
 



 
 

ભારતે પહેલી વિકેટ શિખર ધવનના રૂપમાં ગુમાવી છે. શિખર ધવન 30 રન બનાવી આઉટ થઈ ગયા અને શિખર ઘવન પછી વિરાટ પણ પેવેલિયન ભેગા થઈ ગયા. વિરાટ કોહલી 3 રન બનાવીને આઉટ થઈ ગયા. 
ઉલ્લેખનીય છે એક ભારતે છેલ્લા એક મહિનાથી શાનદાર પ્રદર્શન કરીને ખુદને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેંડ સાથે ખિતાબના પ્રબળ દાવેદારોમાં શામેલ કરી લીધુ છે. ટૂર્નામેંટનુ સ્વરૂપ જો કે એવુ છે કે અસલ પરીક્ષા નોકઆઉટ ચરણથી શરૂ થશે મતલબ ત્રણ જીતથી ટીમ વિશ્વ કપ ચેમ્પિયન બની શકે છે.   ભારત માટે સારી વાત એ છે કે પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યા પછી તેણે પોતાની લય કાયમ રાખી છે.