શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 24 માર્ચ 2015 (12:34 IST)

વિશ્વ કપ - દ.આફ્રિકાને મોટી સફળતા, મૈક્કુલમ આઉટ NZ 77/1 (8.0)

સાઉથ આફ્રિકાના 298 રનના વિશાળ સ્કોરનો પીછો કરતા ન્યુઝીલેંડે ઝડપી અને તોફાની બેટિંગથી શાનદાર શરૂઆત કરી.  બ્રેડન મૈક્કુલમે શાનદાર રમત રમતા 24 બોલમાં 59 રન બનાવ્યા. જેમા 8 ચોક્કા અને 4 છક્કાનો સમાવેશ છે. તેઓ મોર્ટેલની બોલ પર ડેલ સ્ટીનને કેચ આપી બેસ્યા. 
 

વરસાદના વિઘ્ન ને કારણે મેચ 43-43 ઓવરની કરવામાં આવી. વરસાદ પછી આગળ રમતા સાઉથ આફ્રિકાના ફાફ ડૂ પ્લેસિસ 82 રનના સ્કોર પર આઉટ થઈ ગયા. કપ્તાન એબી ડિવિલિયર્સે શાનદાર રમતનું પ્રદર્શન કર્યુ અને  45 બોલમાં અણનમ 65 રન બનાવ્યા. ડેવિડ મિલરે ઝડપી રન બનાવતા 18 બોલમાં 49 રન બનાવી આઉટ થઈ ગયા.  ડ્યુમિનિ 8 રન બનાવી અણનમ રહ્યા. દક્ષિણ આફ્રિકાએ 43 ઓવરમાં 5 વિકેટ પર 281 રન બનાવ્યા હતા પણ વરસાદને કારણે તેમને 17  રન વધુ મળ્યા અને આમ ન્યુઝીલેંડને 43 ઓવરમાં 298 રનનું ટારગેટ મળ્યુ છે.  
 



આ પહેલા દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેંડ વચ્ચે આજે અહી રમાયેલ ક્રિકેટ વિશ્વ કપના પ્રથમ સેમીફાઈનલમાં વરસાદને કારણે રમત રોકવી પડી. દક્ષિણ આફ્રિકાએ પહેલા બેટિંગ કરતા જ્યા 38 ઓવરમાં ત્રણ વિકેટ પર 216 રન બનાવ્યા હતા. ત્યારે વરસાદને કારણે રમત રોકવી પડી. ફાફ ડૂ પ્લેસિસ 80 જ્યારે કે કપ્તાન એબી ડિવિલિયર્સ 60 રન બનાવીને રમત રમી રહ્યા છે.  દક્ષિણ આફ્રિકાએ કાઈલ એબોટના શાન પર વર્નન ફિલેંડરને ટીમમાં શામેલ કર્યો છે. જ્યારે કે ન્યુઝીલેંડના ઘાયલ એડા મિલ્નના સ્થાન પર મૈટ હેનરીને રમાડાવામાં આવ્યા છે.   
 
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમે મંગળવારે આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ પહેલા સેમીફાઈનલમાં ન્યુઝીલેંડ વિરુદ્ધ ત્રણ વિકેટ ગુમાવી દીધી. રિલી રુસો 39 રન બનાવીને એંડરસનની બોલ પર ગપ્ટિલને કેચ આપી બેસ્યા. રુસોએ 53 બોલમાં બે ચોક્કા અને એક છક્કો લગાવ્યો. રૂસોએ પ્લેસી સાથે મળીને 83 રનોની ભાગીદારી કરી. 
 
હાશિમ આમલા 10 રન બનાવીને ટ્રેટ બોલ્ટની બોલ પર બોલ્ડ થઈ ગયા. ક્વિંટન ડિ કૉક 14 રન બનાવીને ટ્રેંટ બોલ્ટની બોલ પર સાઉદીને કેચ આપી બેસ્યા.  
 
આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીત્યો અને ટીમમાં એક ફેરફાર કર્યો છે.  કાઈલ એબોટના સ્થાન પર વર્નન ફિલેંડરને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે.