શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ સમાચાર
Written By
Last Modified: ચેન્નઈ. , સોમવાર, 2 માર્ચ 2015 (12:49 IST)

ડાલમિયા ફરી બન્યા BCCIના નવા ચેયરમેન, અનુરાગ ઠાકુર સચિવ

અનુભવી ક્રિકેટ પ્રશાસક જગમોહન ડાલમિયા એક દસકાથી વધુ સમય પછી ફરીથી નિર્વિરોધ બીસીસીઆઈ અધ્યક્ષ બની ગયા છે. હિમાચાલ પ્રદેશ ક્રિકેટ સંઘના પ્રમુખ અનુરાગ ઠાકુર બીસીસીઆઈ સચિવ બન્યા. જ્યારે કે સી.કે ટીસી મેથ્યુઝને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ, ઝારખંડ ક્રિકેટ સંઘના પ્રમુખ અમિતાભ ચૌઘરી અને હરિયાણાના અનિરુદ્ધ ચૌધરી ક્રમશ; સંયુક્ત સચિવ અને કોષાધ્યક્ષ બનાવાયા છે. 
 
ડાલમિયાની દાવેદારી ત્યારે વધુ મજબૂત થઈ ગઈ. જ્યારે એક અન્ય પૂર્વ અધ્યક્ષ શરદ પવારે પૂર્વી ક્ષેત્રથી પ્રસ્તાવક ન મળ્યા. પૂર્વ ક્ષેત્રની બધી છ એકમો શ્રીનિવાસન ગુટની સમર્થક છે. તેમના સમર્થકોએ એજીએમ પહેલા આજે અહી બેઠક કરી. બીસીસીઆઈ સૂત્રોએ કહ્યુ કે આ વખતે પૂવી ક્ષેત્રનો વારો છે  તેથી ડાલમિયાની પાસે પૂર્વ તરફથી પ્રસ્તાવક અને અનુમોદનકર્તા બંને છે. પવારને અધ્યક્ષ પદ માટે શક્યત ઉમેદવાર માનવામાં આવી રહ્યા હતા.