જો તમારા ઘરમાં ખુશીનુ વાતાવરણ નથી અને તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનુ પ્રભુત્વ છે, નાની નાની વાતો પર બોલચાલ થઈ જાય છે તો આવા સમયે તમે તમારા ઘરમાં ચીની બેમ્બુનો પ્રયોગ કરો. બેમ્બૂનુ વૃક્ષ તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રભાવમાં વૃધ્ધિ લાવે છે.
જો તમારુ નસીબ તમારો સાથ ન આપતુ હોય અને ઘરમાં બચત ન થઈ શકતી હોય, સમ્પત્તિ અને આવક વધારવાના તમારા બધા પ્રયત્નો વ્યર્થ જઈ રહ્યા હોય તો, મકાન કે વેપાર સ્થળના મુખ્ય દ્વાર પર ચીની ફેંગશુઈની પવન ઘંટીઓ અને ચીની સિક્કા લગાવો.