લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » રસોડુ બનાવતી વખતે ધ્યાનમાં રાખો
સલાહ
Feedback Print Bookmark and Share
 

N.D
શુ તમારા ઘરમાં ખર્ચ વધી ગયો છે ? શુ કોઈ વસ્તુની બરકત નથી ? શુ મનમાં અસ્થિરતા ઘર કરી રહી છે ? શુ પતિ-પત્ની વચ્ચે તણાવ રહે છે ? સાફ સફાઈ કરવા છતા શુ ઘરમાં કીડીઓ અને વંદાઓનો અડ્ડો જામેલો રહે છે. જો તમારો જવાબ હા હોય તો સમગ્ર ઘરની સાથે સાથે એક નજર રસોડા પર પણ મારી લો.

આ શાસ્ત્ર સમ્મત હોવાની સાથે સાથે એક પર્સનલ અનુભવ છે કે દરેક ઘરમાં કિચન અગ્નિકોણમાં જ હોવો જોઈએ.

ચૂલો અગ્નિમા, પ્લેટફોર્મ પૂર્વ અને દક્ષિણને ઘેરતુ હોવુ જોઈએ. વોશ બેસિન ઉત્તરમાં હોય. રસોઈ બનાવતી વખતે મોઢુ પૂર્વ દિશાની તરફ હૌવુ જોઈએ. ઉત્તર કે દક્ષિણ દિશામાં બિલકુલ ન હોવુ જોઈએ

W.D
ઉત્તરને ઘેરતુ પ્લેટફોર્મ બનાવવુ કે ઉત્તરમાં ગેસનો ચૂલો મૂકવો ઘરને મહત્વપૂર્ણ બનાવે છે. આવા ઘરમાં કામ ક્યારેય સમાપ્ત થતુ નથી, રસોઈની બરકત નથી રહેતી. ગૃહિણીને માનસિક સંતાપ રહે છે. પશ્ચિમમાં રહેલુ પ્લેટફોર્મ ઘરમાં અશાંતિ આપે છે. ભોજનનુ રસ તત્વ નિષ્ફળ કરે છે અને સ્વાસ્થ્યને નુકશાન કરે છે. બંને સ્થિતિમાં ઘરનો ખર્ચ સતત વઘતો જાય છે. અને ઘરમાં શાંતિ નથી રહેતી. ટૂકમાં, રસોડુ જો યોગ્ય દિશામાં ન હોય તો એ તમને ક્યારેય સુખ શાંતિ નથી આપી શકતુ.

ઉપાય - રસોડાની દિશા બદલવી જ એકમાત્ર ઉપાય છે. સાવચેતી માટે અગ્નેયમાં રસોઈ બનાવ્યા પછી તેને અન્ય સ્થાન પર મૂકવાથી કોઈ દોષ નથી લાગતો.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુશાસ્ત્ર, રસોડુ