લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » જાણો ઈશાન કોણના પ્રભાવોના વિશે
સલાહ
Feedback Print Bookmark and Share
 

N.D
ઘરનો ઈશાન (ઉત્તર પૂર્વ)કોણ વાસ્તુપુરૂષના માથે હોય છે. આ ક્ષેત્ર ઘરના મુખિયાને એંગિત કરે છે. જોવા જઈએ તો ઘરનુ સંપૂર્ણ વાસ્તુનો આ કી પોઈંટ છે.

આનુ રક્ષણ અને શોઘ ઘરના સંપૂર્ણ વાસ્તુ અને ઘરના મુખિયા અને પરિવારના બીજા લોકોના મગજને નિયંત્રિત કરે છે.

ઈશાન કોણના વિવિધ પ્રભાવ :

1 ઘરના ઈશાન કોણમાં જેટલી વઘુ ગંદકી રહેશે, એ ઘરના મુખિયાના મગજમાં એટલો જ તણાવ રહેશે. એટલુ જ નથી ઘરના બીજા રહેનારા પણ તનાવગ્રસ્ત રહેશે. મગજમાં વઘુ તનાવ રહેવાથી વ્યક્તિ અનિદ્રા, ચિડચિડાપણું, અસંતુલિત રક્તચાપનો શિકાર થઈ જાય છે. હૃદય પર ઋણાત્મક પ્રભાવ પડે છે અને ઘરના ઈતિહાસમાં ડાયાબિટિઝ છે તો ઘરનો મુખિયા આનાથી ગ્રસિત થવા લાગે છે.

2 ઈશાન કોણમાં જૂતા-ચપ્પલ મૂકવામાં આવે તો ઘરના મુખિયાને વારેઘડીએ અપમાન સહન કરવુ પડે છે.

3 ઈશાન ક્ષેત્ર પર ખૂબ વધુ ભાર હોવાથી ઘરના મુખિયાની સાથે સાથે સમગ્ર પરિવાર કાયમ તનાવગ્રસ્ત રહે છે અને તેના દિલોદિમાગ પર ભેદ ઉભરાય છે, તેમા કટુતા અને ઈર્ષાની ભાવનાઓ મજબૂત થાય છે.

4 ઈશાન ક્ષેત્ર જળનુ ક્ષેત્ર હોય છે. આ બાજુ રસોઈઘરનુ હોવુ અથવા આ બાજુ અગ્નિનુ નિત્ય પ્રજ્વલન કરવુ આ ઘરના મુખિયા સહિત સર્વને અનેક પ્રકારની બીમારીઓ પ્રદાન કરે છે. વિશેષ રોપે પેટ, કિડની અને હાડકાના રોગ થાય છે. ઘનનુ પણ નુકશાન થાય છે.

5 ઘરનુ ઈશાન ક્ષેત્ર ખુલ્લુ હોવુ જોઈએ. સંપૂર્ણ રીતે ખુલ્લુ ન હોય તો ઓછામાં ઓછી બારીઓ તો હોવી જ જોઈએ. જો આ ક્ષેત્ર બંધ રહે છે તો ઘરમાં ઋણાત્મકતા આવે છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુ, ફેંગશુઈ, સલાહ