જે જમીન પર ગધેડો આળોટે છે, ભુંડ બચ્ચા આપતુ હોય તેમજ જ્યાં કોઈની હત્યા થઈ હોય તે ભુખંડ પર રહેનારાઓએ સૌ પ્રથમ શુદ્ધિ કાર્ય કરાવડાવું જોઈએ, પછી રહેવા માટેનો વિચાર કરવો જોઈએ.
ઘરના મધ્ય સ્થાને થાંભલો હોય તો બધા જ કામો બગડે છે.
સિંહમુખી ઘરમાં રહેનાર લોકો હંમેશા દુ:ખી રહે છે. આગળથી પહોળા અને પાછળથી સાંકડા મકાનને સિંહમુખી મકાન કહે છે- આવા મકાનમાં રહેનારાઓનો શરીર, સ્વાસ્થ્ય અને ધનનો નાશ થાય છે. સિંહમુખી મકાન વ્યાપાર માટે ઉત્તમ છે.
મકાનના ઈશાનમાં પૂજા થતી હોય, નૈઋત્ય ભારે હોય, અગ્નિ ખુણામાં આગ સળગતી હોય, વાયવ્ય ખુણો ખુલ્લો હોય અને બ્રહ્મસ્થાન પણ ખાલી અને ખુલ્લુ હોય તો આવા મકાનના માલિક પર ઈશ્વરની કૃપા હંમેશા રહે છે.