લેખ | સલાહ
મુખપૃષ્ઠ જ્યોતિષશાસ્ત્ર » વાસ્તુ » સલાહ » મકાનનુ બાંધકામ વાસ્તુના સિધ્ધાંત પર કરો
સલાહ
Feedback Print Bookmark and Share
 

N.D
વાસ્તુ શાસ્ત્રનો ઉદ્દભવ ચોક્કસપણે લોકહિત માટે જ આ ધરતી પર થયો છે. મકાન ભલે રહેવા માટે હોય કે વેપાર માટે હોય, તેનુ નિર્માણ વાસ્તુશાસ્ત્રના સિધ્ધાંતો પર જ કરવુ જોઈએ. આ એટલા માટે જરૂરી છે કે વાસ્તશાસ્ત્રમાં જણાવેલ સૂત્ર અને મકાનના બાંધકામની વિધિનો ઉલ્લેખ, આ વિષયના નિષ્ણતોએ કર્યો છે. જે ખૂબ જ મનન-ચિંતન, અભ્યાસ અને અનુભવના આધાર પર કરવામાં આવ્યો છે.

તેથી જ્યારે પણ તમે મકાનનુ નિર્માણ કરવાનુ વિચારતા હોય તે પહેલા વાસ્તુશાસ્ત્રના મુજબ, તેની દરેક વાત પર વિચાર કરવો ઉત્તમ રહેશે. જેમકે શિલાન્યાસ માટેનું મૂહુર્ત, સમય, સ્થિતિ, લગ્ન, ખુણો વગેરે. ત્યારબાદ મકાનમાં બાંધવામાં આવનારા રૂમનુ માપ, આંગણ, રસોડુ, બેડરૂમ, કોમનરૂમ, સ્ટોરરૂમ, બાલ્કની વગેરેની સ્થિતિ પર વાસ્તુ મુજબ વિચાર કરીને જ મકાનનુ નિર્માણ કરવુ જોઈએ.

વાસ્તુશાસ્ત્ર મુજબ મકાનમાં સૌથી પહેલા દીવાલો તરફ વધુ ધ્યાન આપવુ જોઈએ. દીવાલ સીધી હોવી જોઈએ. ક્યાંકથી જાડી અને ક્યાંકથી પાતળી દીવાલ અશુભ ફળ આપે છે અને ગૃહસ્વામી તેમજ તેનુ કુંટુબ મુશ્કેલીમાં પડી શકે છે.

માટીની દીવાલ અંદરથી અને પથ્થર-ઈંટની દીવાલ બહારની તરફથી અંદર લગાવવી જોઈએ. રૂમનુ નિર્માણ કરતી વખતે હંમેશા એક વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે દક્ષિણ અને પશ્ચિમ દિશામાં ભારે સામાન મુકવો અને રૂમના નિર્માણ પછી પણ ભારે સામાન દક્ષિણ પશ્ચિમ દિશામાં જ મુકવો.

સૌજન્ય - ડાયમંડ કોમિક્સ પ્રકાશન લિ.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: વાસ્તુશાસ્ત્ર, લેખ, સલાહ