- હોટલ, રેસ્ટોરંટ વગેરે માટે બાલ્કની હંમેશા પુર્વ કે ઉત્તર દિશામાં જ બનાવવી, કેમકે એવું માનવામાં આવે છે કે ઉત્તર દિશા ગ્રાહકો માટે સુવિધાપુર્ણ હોય છે. ત્યાં ગ્રાહકો વધારે આવે છે. હોટલનો માલિક થોડાક જ દિવસમાં પૈસાદાર બની જાય છે. પુર્વ દિશા પણ શ્રેષ્ઠ છે.
- હોટલ અને રેસ્ટોરંટમાં સ્ટોર રૂમ દક્ષિણ, પશ્ચિમ કે દક્ષિણ અને પશ્ચિમમાં રાખવો શુભ રહેશે.
- હોટલમાં એર કંડીશનર હંમેશા પશ્ચિમમાં રાખો. એવું માનવામાં આવે છે કે નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે.
- વોશ બેસિન પશ્ચિમ દિશામાં રાખો.
- હોટલનો ભારે સામાન, વિદ્યુત યંત્ર જેવા કે ટ્રાંસફાર્મર, જનરેટર વગેરેને દક્ષિણ-પુર્વમાં રાખો.
- હોટલમાં સ્વીમીંગ પુલનું નિર્માણ ઉત્તર, પુર્વ કે ઉત્તર- પુર્વ ખુણામાં કરાવો, તો હોટલ ઝડપથી ગ્રાહકોની પસંદગી બની જશે.
- હોટલ અને રેસ્ટોરંટ માટે કિચનનું સ્થાન દક્ષિણ-પુર્વમાં નક્કી કરાયેલ છે. વાસ્તુની દ્રષ્ટિએ આ ખુબ જ લાભકારી છે. વ્યાપારમાં પ્રગતિ થાય છે. જો તમારી ઈચ્છાં હોય તો ઉત્તર-પશ્ચિમમાં પણ કિચન રાખી શકો છો. અન્ય દિશામાં કિચન બનાવવાથી હોટલ ઝડપથી બંધ થઈ જશે તેવું માનવામાં આવે છે.
- હોટલ અને રેસ્ટોરંટનો મુખ્ય દ્વાર ઉત્તર, પુર્વ કે ઉત્તર-પુર્વમાં રાખવો તે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. દક્ષિણ દિશા તરફ દ્વાર ક્યારેય પણ ન રાખશો. રોકડ માટે કાઉંટરની વ્યવસ્થા ઉત્તર દિશામાં કરવી.