ઘરમાં કોઈને કોઈ રૂપે વાસ્તુ દોષ રહે છે. જેને યોગ્ય વાસ્તુશાસ્ત્ર દ્વારા સુધારી શકાય છે જેને ઉપચારાત્મક વાસ્તુશાસ્ત્ર કહી શકાય છે. ઉપચારાત્મક વાસ્તુશાસ્ત્ર મતલબ મકાનમાં કોઈપણ જાતની તોડફોડ વગર જ વાસ્તુદોષનુ નિવારણ કરવુ.
- ઘરમાં કોઈપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર વચ્ચે આગળ અને પાછળ ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ.
- સ્વસ્તિક(સાથિયો)સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે, તેથી સ્વસ્તિકને ઘરના મુખ્ય દ્વાર પર સ્થાપિત કરે તો ઉત્તમ છે.
- જો ઘરમાં રસોડુ, બાથરૂમ, બેડરૂમ વગેરે ખોટી દિશામાં બન્યુ હોય તો તેના દોષ નિવારણ માટે ટિકદોષનાશક યંત્ર સ્થાપિત કરી તેની પૂજા કરો.
- જો ઘરમાં બોરિંગ, કૂવો, પાણીની ટાંકી વગેરે ખોટી દિશામાં બનેલી છે તો તેના નિવારણ માટે પાણીવાળા સ્થાન પર વરુણ યંત્રને લગાવો
- ઘરમાં પૂર્વ દિશા દોષ હોય તો તમારા પૂજા કક્ષમાં સૂર્ય યંત્ર સ્થાપિત કરી આદિત્ય હ્રદય સ્ત્રોતનો પાઠ કરો. રોજ સૂર્યને અર્ધ્ય આપો.
- પશ્ચિમ દિશા દોષ હોય તો ભગવાન વરુણ દેવની પૂજા કરવી જોઈએ શનિવારનુ વ્રત કરો અને શનિદેવની પૂજા કરો.
- ઘરમાં ઉત્તર દિશા દૂષિત હોય તો બુધ યંત્ર સ્થાપિત કરો અને ભગવાન ગણેશની પૂજા કરો.
- દક્ષિણ દિશા દૂષિત હોય તો તમારા પૂજા કક્ષમાં મંગળ યંત્ર સ્થાપિત કરો અને હનુમાનજીની ઉપાસના કરો.
N.D
- જો ઘરમાં ઈશાન ખૂણો દૂષિત હોય તો ભગવાન શંકરની પૂજા કરો અને સોમવારનુ વ્રત કરો.
- વાયવ્ય ખૂણો દૂષિત હોય તો ચંદ્ર યંત્રની સ્થાપના કરો.
- નેઋત્ય ખૂણો દૂષિત હોય તો પૂજા કક્ષમાં રાહુ યંત્ર સ્થાપિત કરો. ભગવાન ભૈરવની પૂજા કરો.
- અગ્નિ ખૂણો દૂષિત હોય તો શુક્ર યંત્રને પૂજા કક્ષમાં સ્થાપિત કરો અને દેવીની ઉપાસના કરો.
- બીમ નીચે બેસવાથી કે સૂવાથી માનસિક અશાંતિ રહે છે. આના નિવારણ માટે વીમના બંને બાજુ બાંસુરી લગાવી દો કે પછી બીમને ઢાંકી દો.
- ઘરની સુરક્ષા માટે - તંર-મંત્રથી તમારા ઘરની સુરક્ષા કરવા માટે ઘરમાં કૃત્યનાશક યંત્ર અને કાળા ઘોડાની નાળ લગાવી શકાય છે. ઘરના પ્રવેશદ્વારા નજીક કેળાનુ ઝાડ લગાડવાથી વ્યાભિચાર કર્મથી સુરક્ષા થાય છે.